ભારતીય જનતા પાર્ટીએ પોતાના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સમગ્ર પ્રક્રિયા પાર્ટીના દેશવ્યાપી સંગઠનાત્મક અભિયાન 'સંગઠન પર્વ 2024' હેઠળ કરાવવામાં આવી રહી છે. ચૂંટણી કાર્યક્રમને શુક્રવારે ભાજપના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો.કે.લક્ષ્મણ દ્વારા ચૂંટણી કાર્યક્રમની સૂચના આપવામાં આવી.

શું છે પ્રક્રિયા ?

પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક નક્કી કરેલી પ્રક્રિયા મુજબ થાય છે, જેમાં ઈલેક્ટોરલ કોલેજ, નામાંકન, તપાસ, નામ પરત અને જરૂર પડવા પર મતદાન સામેલ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત 16 જાન્યુઆરી 2026એ થઈ. બપોરે 12 વાગ્યે ઈલેક્ટોરલ કોલેજનું લિસ્ટ પ્રકાશિત કરવામાં આવ્યું. ભાજપના બંધારણ મુજબ ઈલેક્ટોરલ કોલેજમાં પાર્ટીના નેશનલ કાઉન્સિલના સભ્ય અને રાજ્યોની પરિષદમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. માત્ર આ સભ્યો જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર હોય છે.

ત્યારબાદનું સ્ટેપ નામાંકનનું હોય છે. 19 જાન્યુઆરી 2026એ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી નવી દિલ્હી સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં નામાંકન દાખલ કરવામાં આવશે. પાર્ટીના નિયમ મુજબ ઉમેદવારનો ઓછામાં ઓછા 4 કાર્યકાળ કે 15 વર્ષ સુધી સક્રિય સભ્ય હોવું અનિવાર્ય છે. નામાંકન માટે કોઈ એક રાજ્યના ઈલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછા 20 સભ્યનો પ્રસ્તાવ જરૂરી છે. તેની સાથે જ સમર્થન એવા ઓછામાં ઓછા 5 રાજ્યોમાંથી હોવું જોઈએ, જ્યાં નેશનલ કાઉન્સિલની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી હોય.

તપાસ અને નામ પરત ખેંચવું

નામાંકનીની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ તે જ દિવસે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં નામાંકન પત્રની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી નામ પરત લેવાની તક મળશે. સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી તરફથી પત્રકાર પરિષદ યોજવામાં આવશે, જેમાં સ્પષ્ટ કરવામાં આવશે કે ચૂંટણી સર્વસંમતિથી થઈ રહી છે કે મતદાન કરવાની જરૂર પડશે.

મતદાન અને પરિણામ ક્યારે થશે?

જો નામ પરત ખેંચ્યા બાદ એકથી વધારે કાયેદસરના ઉમેદવાર મેદાનમાં રહે છે તો 20 જાન્યુઆરી 2026એ સવારે 11.30 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી મતદાન થશે અને તે દિવસે પરિણામની જાહેરાત કરવામાં આવશે. જો નામ પરત ખેંચ્યા બાદ માત્ર એક જ ઉમેદવાર રહે છે તો તેમને બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવશે.

અધ્યક્ષ બનવાની રેસમાં કોણ કોણ સામેલ ?

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન ત્રણ અલગ અલગ સેટમાં નામાંકન દાખલ કરી શકે છે. એક નામાંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સમર્થક હશે. બીજા સેટમાં 20થી વધારે ચૂંટાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામ હોય શકે છે. ત્રીજા સેટમાં ભાજપ નેશનલ કાઉન્સિલના સભ્યોનું સમર્થન હોવાની વાત કહેવામાં આવી રહી છે.

જો નીતિન નબીન પૂર્ણ કાર્યકાળ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાય છે તો પાર્ટી મુખ્યાલયમાં ઔપચારિક કાર્યક્રમ થશે. તેમને દીનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યાલય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં લાવવામાં આવશે. તેની સાથે જ ભાજપમાં રાષ્ટ્રીય નેતૃત્વનું ઔપચારિક ટ્રાન્સફર પૂર્ણ થશે. આ સિવાય સંગઠન પર્વ 2024ના સમાપન અને પાર્ટીના આગામી સંગઠનાત્મક અને ચૂંટણીના તબક્કાની શરૂઆત માનવામાં આવશે. ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી આગામી વર્ષોની રાજકીય અને ચૂંટણી રણનીતિ નક્કી કરવાને લઈને ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં PMએ મમતા પર સાધ્યુ નિશાન