દેશના ટોચના ઉદ્યોગપતિઓની સંપત્તિ અને બિઝનેસની સાથે સાથે તેમના સામાજિક કાર્યો અને દાનની પણ હંમેશા ચર્ચા થતી રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પરોપકારી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલી 'એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ' (EdelGive Hurun India Philanthropy List) માં મુકેશ અંબાણી અને તેમના પરિવારનો ફરી એકવાર દેશના ટોચના ૫ દાનવીરોમાં સમાવેશ થયો છે. ચાલુ વર્ષે અંબાણી પરિવારે ₹૬૨૦ કરોડનું દાન કર્યું છે.

મુકેશ અંબાણી રિલાયન્સ

ગયા વર્ષની સરખામણીમાં દાનમાં 1% નો સામાન્ય ઘટાડો

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં મુકેશ અંબાણી અને તેમના પરિવારે ₹૬૨૬ કરોડનું દાન આપ્યું હતું. તેની સામે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં તેમણે ₹૬૨૦ કરોડનું દાન કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે ૧ ટકાનો સામાન્ય ઘટાડો દર્શાવે છે. અંબાણી પરિવારનું આ યોગદાન મુખ્યત્વે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ખર્ચ સાથે જોડાયેલું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં સામાજિક કાર્યો પાછળ કુલ ₹૧,૨૨૩ કરોડનો ખર્ચ કર્યો હતો, જે સરકાર દ્વારા નિર્ધારિત ₹૧,૦૩૨ કરોડની ફરજિયાત CSR મર્યાદા કરતાં ઘણો વધારે છે.

મુકેશ અંબાણી રીચ લિસ્ટ

દેશના ટોચના 6 દાનવીરોની યાદીમાં અંબાણી પરિવાર ચોથા ક્રમે

હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ મુજબ, ભારતના સૌથી મોટા દાનવીરોની યાદીમાં મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ચોથા સ્થાન પર છે. આ યાદીમાં ટોચના પાંચ દાતાઓ અને તેમની દાનની રકમ નીચે મુજબ છે:

  1. શિવ નાદર અને પરિવાર: ₹૨,૫૯૩ કરોડ
  2. ગૌતમ અદાણી અને પરિવાર: ₹૮૭૭ કરોડ
  3. બજાજ પરિવાર: ₹૬૩૨ કરોડ
  4. મુકેશ અંબાણી અને પરિવાર: ₹૬૨૦ કરોડ
  5. નંદન નીલેકણી: ₹૩૮૦ કરોડ

દેશમાં કુલ દાનની રકમમાં 11 ટકાનો ઉછાળો

સમગ્ર દેશના સ્તરે પરોપકારી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં દેશના ૨૧૯ દાનવીરોએ મળીને કુલ ₹૧૧,૫૫૪ કરોડનું દાન આપ્યું છે. પાછલા નાણાકીય વર્ષમાં આ કુલ આંકડો ₹૧૦,૩૮૦ કરોડ હતો. આ દર્શાવે છે કે એક જ વર્ષમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવતા કુલ દાનમાં 11 ટકાનો વધારો થયો છે.


આ પણ વાંચો : Nitin Gadkariએ કરી મોટી અપીલ હવે ખાનગી બાઇક પણ બનશે Bike Taxi! 15થી 20 કરોડ લોકોને રોજગારની આશા