હૈદરાબાદમાં દાંડિયા નાઇટ દરમિયાન હોબાળો થયો હોવાની ખબર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ પંડાલમાં 22 બિન-હિન્દુઓને જોયા, જેના કારણે ઝપાઝપી થઈ. આ ઘટના ગુરુવારે રાત્રે હૈદરાબાદના બેગમપેટમાં હોકી ગ્રાઉન્ડ પર બની હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. બેગમપેટ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે.


લોકો મહિલાઓનો વીડિયો બનાવી રહ્યા હતા

તેલંગાણા બજરંગ દળના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ તેમના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને તેમને ઉત્સવમાં હાજરી આપતા 22 બિન-હિન્દુઓ મળ્યા. સંગઠનનો આરોપ છે કે આમાંથી કેટલાક વ્યક્તિઓ મહિલાઓ સાથે દાંડિયા રમી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો તેમનો વીડિયો બનાવી રહ્યા હતા. કાર્યકરોનો દાવો છે કે જ્યારે તેઓએ તેમની પૂછપરછ કરી, ત્યારે તેઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ, VHP અને બજરંગ દળના કાર્યકરોએ આ વ્યક્તિઓને પોલીસને સોંપી દીધા અને ફરિયાદ નોંધાવી.

https://x.com/Bhrmaand/status/2111019730299732343?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111019730299732343%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

દાંડિયા કાર્યક્રમોમાં બિન-હિન્દુઓના ભાગ લેવા અંગે વિવાદ

બજરંગ દળ અને VHP એ અગાઉ તેલંગાણા પોલીસને આવેદનપત્ર સુપરત કરીને માંગ કરી છે કે બિન-હિન્દુઓને દાંડિયા કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી ન આપવામાં આવે.


આ પક્ષોએ કાર્યક્રમના આયોજકોને બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી હતી, કારણ કે નવરાત્રિ મુખ્યત્વે એક હિન્દુ તહેવાર છે. પોલીસ બેગમપેટના હોકી ગ્રાઉન્ડ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હૈદરાબાદ પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો: Earthquake Prediction: ચીન અને બ્રાઝિલના વૈજ્ઞાનિકોની મોટી શોધ, હવે ભૂકંપથી હજારો જીવ બચાવી શકાશે!