પોતાની કઠોર કાર્યનીતિ, ઈમાનદારી અને સ્પષ્ટવક્તા માટે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં જાણીતા IAS અધિકારી અને મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે જો તેમના બાળકો તેમની પાસે IAS અધિકારી બનવા અંગે સલાહ માંગશે, તો તેમનો સીધો જવાબ 'ના' હશે. પિંપરી-ચિંચવડમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વિશે વિગતવાર વાત કરી હતી.
IAS નહીં પણ રાજકારણી કે ઉદ્યોગસાહસિક બનવાની સલાહ
તુકારામ મુંઢેનું માનવું છે કે આજના યુવાનોમાં અપરંપાર ઊર્જા અને જ્ઞાન છે. તેથી તેમને એવા કોઈ વહીવટી માળખામાં બાંધવા ન જોઈએ જે તેમની સ્વતંત્રતાને મર્યાદિત કરે. ભવિષ્યમાં તેઓ તેમના બાળકોને સરકારી અધિકારી બનવાને બદલે રાજકારણી (જાહેર નેતા) અથવા ઉદ્યોગસાહસિક (એન્ટરપ્રિન્યોર) બનવાની સલાહ આપશે, જેથી તેઓ સિસ્ટમના કોઈપણ દબાણ કે પ્રતિબંધો વિના સમાજની સેવા અને વિકાસમાં મુક્તપણે યોગદાન આપી શકે.
21 વર્ષની સેવામાં અનેક બદલીઓ અને પરિવારનું બલિદાન
ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવતા તુકારામ મુંઢેની 21 વર્ષની સરકારી સેવામાં અત્યાર સુધી 25 વખત બદલી કરવામાં આવી છે. તેમની આ પ્રામાણિકતાની કિંમત તેમના પરિવારે પણ ચૂકવવી પડી છે. તેમના પુત્રએ માત્ર પાંચમા ધોરણ સુધી પહોંચતા સુધીમાં 6 વખત શાળાઓ બદલવી પડી હતી અને તેમની પત્નીને પણ સતત બદલીઓને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સતત બદલીઓના કારણે બાળકોનો અભ્યાસ ખરાબ થયો. શાળા બદલાતા તેમના અભ્યાસમાં ખલેલ પડી.
બાળકો માટે કેમ આ માર્ગ નથી ઈચ્છતા?
મુંઢેએ સ્પષ્ટ કર્યું કે તેમણે પોતે જાહેર સેવાનો આ મુશ્કેલ માર્ગ સ્વેચ્છાએ પસંદ કર્યો હતો અને તેઓ આવનારી તમામ અડચણો માટે તૈયાર હતા. પરંતુ, તેમના કારણે તેમના પરિવારે અને બાળકોએ જે સતત અસ્થિરતા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તે જોતાં તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકો પણ આ જ મુશ્કેલ માર્ગ પર ચાલે. કોઈપણ પારિવારિક વ્યક્તિ આ પ્રકારનું પરિવર્તન તેમની ફેમીલી માટે મોટી સમસ્યા ઉભી કરે છે. મારા સિદ્ધાંત અને ઇમાનદારીની પરિવારે કિમંત ચૂકવી. એટલે જ નથી ઇચ્છતો કે મારા બાળકો મારી જેમ IAS અધિકારી બને.
આ પણ વાંચો : Tiger Shroff Firing Case: ટાઇગર પર ફાયરિંગ કરનારા Gen-Z શૂટર્સ કોણ છે? 17, 18 અને 22 વર્ષની છે ઉંમર