ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. તેમણે દેશની સુરક્ષા અને ભવિષ્યની તૈયારીઓ પર પણ જાણકારી આપી ચે. તેમણે કહ્યું કે ભારત હંમેશા શાંતિનું સમર્થક રહ્યુ છે પરંતુ તાકાત વિના શાંતિ માત્ર એક કલ્પના બનીને રહી જાય છે. જનરલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અને આવનારા સમયમાં ભારતની નવી રક્ષા પ્રણાલી સુદર્શન ચક્ર પર પણ ખુલીને વાત કરી.

મહત્વનું છે કે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ મધ્યપ્રદેશમાં રણ સંવાદ 2025ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જળ, જમીન અને વાયુ સેનાના ત્રણેય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. આ અવસર પર તેમણે યુદ્ધ, ટેક્નિક, સૈનિકોનું બલિદાન તથા વિચારધારાને લઇને વિવિધ વાત કરી હતી.

તો યુદ્ધ માટે તૈયાર રહો- સીડીએસ અનિલ ચૌહાણ 

ઓપરેશન સિંદૂરને લઇને વાત કરતા સીડીએસએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એક આધુનિક સંઘર્ષ હતો જેમાં ઘણા પાઠ શીખ્યા. જેમાંથી કેટલીક બાબતો તો લાગુ પણ કરવામાં આવી છે. આ ઓપરેશન સિંદૂર હજી ચાલી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે અમે અહીં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા નથી આવ્યા પણ ઓપરેશન સિંદૂરથી આગળની બાબતો પર ચર્ચા કરવામાં આવ્યા છીએ.
તેમણે કહ્યું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં છે. આપણે શાંતિ પસંદ રાષ્ટ્ર છીએ. પરંતુ ખોટુ ન સમજતા. આપણે માત્ર અહિંસાવાદી ન થઇ શકીએ. મારા વિચારમાં શક્તિ વિના શાંતિ માત્ર એક આદર્શવાદ છે. હું એક લેટિન ઉદાહરણ કહેવા માગુ છું. જેનો અર્થ એ છે કે તમે શાંતિ ઇચ્છો છો તો યુદ્ધ માટે તૈયાર રહો.

સુદર્શન ચક્ર અંગે શું બોલ્યા ? 
ભારતની નવી સંરક્ષણ પ્રણાલી સુદર્શન ચક્ર અંગે તેમણે કહ્યું કે વડા પ્રધાને 15 ઓગસ્ટે તેનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તે 2035 સુધીમાં તૈયાર થઈ જશે. આ પ્રણાલી ભારતના મહત્વપૂર્ણ લશ્કરી, નાગરિક અને રાષ્ટ્રીય સ્થળોને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
  • Follow us on: