IIT બોમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ, IIT પવઈ કેમ્પસના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. આત્મહત્યાના આવા કિસ્સાઓને લઈને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

https://twitter.com/ANI/status/2101161067783356543

કેમ્પસમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ 

આ બાબતે ટિપ્પણી કરતા DCP દત્તાત્રેય નાલાવડેએ કહ્યું, "IIT પોવઈના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ત્યારબાદ, કેટલાક IIT વિદ્યાર્થીઓ એકઠા થયા અને પોતાની માંગણીઓ રજૂ કરવા માટે વિરોધ શરૂ કર્યો." તેમણે ઉમેર્યું, "IIT વહીવટીતંત્ર તેમની સાથે વાતચીત દ્વારા સંતોષકારક ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેમ્પસમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે."

ChatGPT પર પ્રશ્નપત્ર અપલોડ કર્યું

આત્મહત્યાના એક દિવસ પહેલા, વિદ્યાર્થી પરીક્ષા ખંડની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયો હતો. તેણે જવાબો મેળવવા માટે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા ન હતા. ઈન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ આ બાબતે તેની સાથે વાત કરી હતી; તેમણે તેને સમજાવ્યો અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેના શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.

બીજા દિવસે તેમા રૂમમાં મળી આવ્યો મૃત 

ત્યારબાદ વિદ્યાર્થી તેના હોસ્ટેલના રૂમમાં પાછો ફર્યો. તે જ સાંજે, તે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. IIT બોમ્બેએ વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સંસ્થા વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, શિક્ષકો અને આ ઘટનાથી પ્રભાવિત અન્ય લોકોને જરૂરી સહાય પૂરી પાડી રહી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના મૃત્યુના સંજોગોની તપાસ સંબંધિત સક્ષમ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

https://twitter.com/ANI/status/2101082021695279451

મહારાષ્ટ્રના યવતમાલનો હતો વિદ્યાર્થી 

મુંબઈના પવઈમાં IIT બોમ્બેના વિદ્યાર્થીની આત્મહત્યા અંગે પોલીસે જણાવ્યું હતું કે પોવઈ પોલીસે આકસ્મિક મૃત્યુ (ADR) નો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. મૃતક વિદ્યાર્થી, સાહિલ વાકોડે, મહારાષ્ટ્રના યવતમાલનો રહેવાસી હતો. તેનો પરિવાર મુંબઈ આવી પહોંચ્યો છે. પોલીસ IIT બોમ્બેના વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધી રહી છે. હજુ સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી.

https://twitter.com/ANI/status/2101080434675499486

વિદ્યાર્થીઓ શું કહીને કરી રહ્યા છે હોબાળો ? 

વિદ્યાર્થીઓનો આરોપ છે કે નકલ કરવાના આરોપનો સામનો કરી રહેલા વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોત, તો વિદ્યાર્થીએ હોસ્ટેલ ખાલી કરીને કેમ્પસની બહાર રહેવાની ફરજ પડી હોત. વિદ્યાર્થીઓના મતે, આવા પગલાને કારણે વિદ્યાર્થીનો એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચાર વર્ષથી વધીને પાંચ વર્ષ કે તેથી પણ વધુ સમયનો થઈ શક્યો હોત.