હાલ દેશભરમાં વરસાદી માહોલ છે. ત્યારે, દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે હવે ચેતવણી આપી છે. ચોમાસું આગામી બે થી ત્રણ દિવસમાં સમગ્ર દેશમાં ફેલાશે. જે બાકીના રાજસ્થાન, હરિયાણા અને પંજાબને આવરી લેશે. જેમ જેમ આ વેધર સિસ્ટમ મજબૂત થશે, તેમ તેમ ઉત્તર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
IMD અનુસાર, આગામી થોડા દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી છે. જેના કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધશે. મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશને પણ નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશ માટે અલગ અલગ દિવસોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી પડવાની પણ આગાહી છે. મધ્ય ભારતના મધ્ય પ્રદેશ અને વિદર્ભ પ્રદેશોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
