ઉત્તર ભારતમાં વરસાદે જોરદાર બેટીંગ કર્યુ છે. ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયુ છે. હવામાન વિભાગે સતત વરસાદ અને ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ એલર્ટ જાહેર કર્યુ છે આગામી દિવસ હજુ પણ ભારેથી અતીભારે વરસાદની આગાહી કરી છે.
બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે
અનેક રાજ્યમાં ભારેથી અતીભારે વરસાદથી જનજીવન થંભી ગયુ છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, કોંકણ, કેરળ, તેલંગણા અને આંધ્રપ્રદેશના વરસાદથી ખુબ નુકસાન થયુ છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ સહિત લો પ્રેશર બન્યુ છે.
સતત 10 દિવસથી ભારે વરસાદથી આ રાજ્યની હાલત ખુબજ ખરાબ છે
બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. સતત 10 દિવસથી ભારે વરસાદથી આ રાજ્યની હાલત ખુબજ ખરાબ છે. પૂરના પ્રકોપથી જળભરાવ થયો છે રસ્તાઓ ધોવાઇ ગયા છે. ગંગાના વિશાળ મેદાન ક્ષેત્રમાં 24 કલાક ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 9 ઓગસ્ટથી ફરીથી વરસાદના બીજા રાઉન્ડની શક્યતા દર્શાવી દીધી છે. 11થી 12 ઓગસ્ટે ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે.
24 કલાકમાં અનેક રાજ્યમાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગામી સમયમાં દક્ષિણના બાંગ્લાદેશ ઉપર જે એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. (Low Pressure System in Bay of Bengal)તે ધીરે ધીરે ગંગાના વિશાળ મેદાની ક્ષેત્રમાં વધી રહ્યુ છે જેના કારણે આગામી 24 કલાકમાં અનેક રાજ્યમાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે.
દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં આ વખતે વરસાદે બરાબરના ધમરોળ્યા છે. રાજધાની દિલ્હીમાં તો આ વખતે ખુબજ વરસાદ પડ્યો છે અને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે જુલાઇ મહિનો દિલ્હીવાળા માટે ખાસ રહ્યો છે કેમકે દિલ્હીમાં છેલ્લા 13 વર્ષમાં ખુબજ ઠંડી અને 15 વર્ષમાં પહેલી વખત આટલી હવા સાફ રહી હતી, જ્યારે વરસાદ પડ્યો ત્યારે જનજીવનને માઠી અસર થઇ કેમકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જ્યાં જુઓ ત્યાં ટ્રાફીક જામ જોવા મળ્યો. હવામાન વિભાગે જણાવ્યુ છે આગામી 11 અને 12 ઓગસ્ટે દિલ્હીમાં ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે.