અભિનેતા ઈમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. સોમવારે, કોર્ટે તેમની અરજી પરની સુનાવણી 2 નવેમ્બર (સોમવાર, બપોરે 3 વાગ્યે) સુધી મુલતવી રાખી છે. આ અરજીમાં તેમણે 'ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ' (FRRO) દ્વારા જાહેર કરાયેલી 'લીવ ઈન્ડિયા' (ભારત છોડો) નોટિસને પડકારી હતી.કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યા બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
2 નવેમ્બર સુધી સુનાવણી ટળી
અહેવાલો અનુસાર, ઈમરાન ખાન પાસે અમેરિકી નાગરિકત્વ છે. આમ છતાં, મુંબઈમાં એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેમને 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાની નોટિસ આપવામાં આવી હતી. જોકે, કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે આગામી સુનાવણી સુધી અભિનેતા વિરુદ્ધ કોઈ કડક કે દબાણયુક્ત કાર્યવાહી કરવામાં આવશે નહીં અને આ સમયગાળા દરમિયાન નોટિસ પર રોક (સ્ટે) યથાવત રહેશે.
28 ઓક્ટોબરે ભારત છોડવાનું કહ્યું હતું
આમિર ખાનના ભત્રીજા, અભિનેતા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ ફટકારવામાં આવી છે. FRRO એ અભિનેતા ઇમરાન ખાનને નોટિસ મોકલીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનું કહ્યું છે. ઇમરાન મુખ્ય ચૂંટણી કમિશનર સામે CJP વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઇમરાન પાસે યુએસ નાગરિકતા છે. NCP શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુલેએ આ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે વિરોધ કરવા બદલ કોઈને દેશનિકાલ કરવો ખોટું છે.
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો
ઇમરાન ખાને મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે અભિનેતાની અટકાયત કરી હતી. ઇમરાન સામે ઇમિગ્રેશન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇમરાન ભારતીય નાગરિક નથી અને ત્યારબાદ ભારતમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
પોલીસે તેમની અટકાયત કરી હતી
ઇમરાન ખાન CEC વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ કોઈ રાજકીય પક્ષ કે સંગઠનનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા નથી. તેઓ એક ખાનગી નાગરિક તરીકે વિરોધીઓને ટેકો આપવા આવ્યા હતા. ઇમરાન ખાનનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે અમેરિકાની નાગરિકતા ધરાવે છે. તે વર્ક વિઝા પર ભારત આવ્યો હતો.