ઈન્ડિયન આર્મીએ લદ્દાખમાં 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ સ્વદેશી આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.. આ પરીક્ષણ આર્મીના એર ડિફેન્સ યુનિટ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ અધિકારીઓની નિગરાની હેઠળ કરવામાં આવ્યું હતું, આ પરીક્ષણ ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવે છે.


આકાશ પ્રાઇમ મિસાઇલના પરિક્ષણમાં સિસ્ટમે બે વાર ખૂબ જ ઝડપથી ઉડતા લક્ષ્ય વિમાનને સીધા ટાર્ગેટ કર્યા હતા. આ પરીક્ષણ લદ્દાખના ઊંચા અને દુર્લભ પહાડી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જ્યાં હવા પતલી છે. આ પરિસ્થિતિમાં પણ, મિસાઇલોની ચોકસાઈએ બધાને આશ્ચર્યચકિત કર્યા. સંરક્ષણ અધિકારીઓના મત પ્રમાણે આ સિસ્ટમ ઈન્ડિયન આર્મીની ત્રીજી અને ચોથી આકાશ રેજિમેન્ટનો ભાગ બનશે, જે દેશના હવાઈ સંરક્ષણને વધુ મજબૂત બનાવશે.

આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમ શું છે?

આકાશ પ્રાઇમ એ DRDO દ્વારા વિકસિત આકાશ મિસાઇલ સિસ્ટમનું આધુનિક સંસ્કરણ છે. આ મિસાઇલ જમીનથી હવામાં પ્રહાર કરે છે. તે દુશ્મનના વિમાનો અથવા ડ્રોનને નિશાન બનાવે છે. તેની ખાસિયત એ છે કે તે ઊંચાઈ પર અને ઠંડા હવામાનમાં પણ ચોકસાઈથી કામ કરે છે. આ સિસ્ટમે ઓપરેશન સિંદૂરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ, જ્યાં તેણે પાકિસ્તાન સેના દ્વારા ઉપયોગમાં લેવાતા ચીની વિમાનો અને તુર્કી ડ્રોન દ્વારા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

આ પરીક્ષણ ખાસ છે.

1. ઊંચી ઊંચાઈ પર સફળતા: લદ્દાખ જેવા ઊંચા અને દુર્લભ વિસ્તારમાં 15,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પરીક્ષણ કરવું ખુબ અઘરુ છે. પાતળી હવા અને ઠંડા હવામાનમાં પણ મિસાઈલનું સચોટ લક્ષ્યાંક બનાવવું એ મજબૂત ટેકનોલોજીનો પુરાવો છે.

2. સ્વદેશી ટેકનોલોજી: આ સિસ્ટમ પૂર્ણ રીતે ભારતમાં બનેલી છે, જે આત્મનિર્ભર ભારતના સપનાને પુરુ કરે છે. 

3. હવાઈ સંકટથી રક્ષણ: આ સિસ્ટમ દુશ્મનના ઝડપી વિમાનો અને ડ્રોનને રોકવામાં સક્ષમ છે. 

ભવિષ્ય માટે તૈયાર

આ પરીક્ષણ બાદ ટુંક સમયમાં આકાશ પ્રાઇમ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ સિસ્ટમનો ઉપયોગ ફક્ત સીમા પર જ નહીં, પરંતુ દેશની અંદર સંવેદનશીલ સ્થળોની હવાઈ સુરક્ષા માટે પણ કરાશે. સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે આ સિસ્ટમ ભારતના હવાઈ સંરક્ષણ નેટવર્કને વધુ મજબૂત બનાવશે, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો તરફથી વધતા ખતરા ને ધ્યાનમાં રાખીને.

  • Follow us on: