'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનના 140થી વધુ સાંસદોએ ચૂંટણી પંચ સામે સંસદ ભવનથી નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ શરૂ કરી છે. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે અને 3000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આકાશવાણી ભવન પર કાર્યકર્તાઓ ઉગ્ર


આકાશવાણી ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા હતા. તેઓ આકાશવાણી ભવનના રસ્તે થઈને ચૂંટણી પંચની કચેરીએ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને મુખ્ય દ્વાર પર જ અટકાવી દેવામાં આવ્યા હતા.  આકાશવાણી ભવનના દ્વારની બહાર કોંગ્રેસના અનેક કાર્યકરો પણ એકઠા થયા છે. આકાશવાણી ભવન નજીક પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે ઈમારતના પાછળના દ્વારને અડીને આવેલા રસ્તા પર બેરિકેડ્સ મૂક્યા છે, જેનાથી નિર્વાચન સદન તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. પાછળના દ્વાર પર અને રસ્તા પર આગળ મૂકવામાં આવેલા બેરિકેડ્સ પાસે પોલીસ જવાનો તૈનાત છે.

https://x.com/ANI/status/2107389743113928886?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107389743113928886%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ભાજપના કોંગ્રેસ પર પ્રહાર

આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેઓનું કહેવુ છે કે   SIR મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે.  રાહુલ ગાંધી કુંઠાધિપતિ છે. 

https://x.com/ANI/status/2107378001155588284?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107378001155588284%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

પ્રદર્શન દરમિયાન અખિલેશ યાદવના પ્રહાર 

જે દેશ માટે લડે છે તેઓ ધરપકડથી નથી ડરતાઃ અખિલેશ યાદવ 

https://x.com/ANI/status/2107386538527281161?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107386538527281161%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આકાશવાણી ભવનમાં ડેરો જમાવ્યો- કોંગ્રેસ 

હાલમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાઁધી આકાશવાણી ભવન પહોંચ્યા છે. જ્યાંથી ચૂંટણી પંચ 300 મીટર દૂર છે. તેઓ ચૂંટણી પંચ જવાના ફિરાકમાં છે. પરંતુ આકાશવાણી ભવનમાં પોલીસે અટકાયતમાં લીધા છે.  

https://x.com/PTI_News/status/2107370008666136801?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107370008666136801%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

SP નેતાઓ બેરિકેડ પર ચઢ્યા  

સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને પક્ષના અન્ય કેટલાક યુવા સાંસદો પોલીસ બેરિકેડ્સ ઓળંગીને આગળ વધી ગયા છે. દરમિયાન, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ડી. રાજા અને 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ આકાશવાણી ભવનની બહાર ધરણાં પર બેઠા છે. અહેવાલો અનુસાર, પ્રથમ બેરિકેડ સંસદ ભવનથી લગભગ 400 મીટરના અંતરે મૂકવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે બસો આવી પહોંચી છે અને અર્ધલશ્કરી દળો પણ આગળ વધ્યા છે; જોકે, અત્યાર સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી.

https://x.com/ANI/status/2107349025930486098?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107349025930486098%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

જ્ઞાનેશ કુમારના રાજીનામાનો સમય આવી ગયો- રાહુલ ગાંધી 

https://x.com/RahulGandhi/status/2107344086273585199?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107344086273585199%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

રાહુલગાંધીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યુ છે કે હવે જ્ઞાનેશ કુમારના રાજીનામાનો સમય આવી ગયો છે. 

https://x.com/PTI_News/status/2107348321530769414?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107348321530769414%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

AAP અને  DMK કૂચમાંથી બાકાત 

 દિલ્હીમાં લગભગ 19 વિપક્ષી પક્ષોના નેતાઓ ચૂંટણી પંચનો ઘેરાવ કરી રહ્યા છે અને 'લોકશાહી બચાવો કૂચ' (Save Democracy March) યોજી રહ્યા છે. અહેવાલો અનુસાર, તેઓ સંસદથી ભારતીય ચૂંટણી પંચ (ECI)ના મુખ્યાલય સુધીનું લગભગ 3 કિલોમીટરનું અંતર પગપાળા કાપવાના છે. જોકે, આમ આદમી પાર્ટી (AAP) એ એમ કહીને આ કૂચથી પોતાને અલગ રાખી છે કે તે પોતાની લડાઈ લડી રહી છે. AAPની સાથે DMK પણ આ કૂચમાં ભાગ લઈ રહ્યું નથી.

https://x.com/ANI/status/2107353813342720109?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107353813342720109%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

વિપક્ષી સાંસદો CEC વિરુદ્ધ ધરણા પર 

આ કૂચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. વિપક્ષની આ વિરોધ કૂચમાં વિવિધ પક્ષોના નેતાઓ અને સાંસદો જોડાયા છે. પોલીસે 'નિર્વાચન સદન' નજીક બેરિકેડ્સ ગોઠવીને 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનના નેતાઓને અટકાવ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના અનેક સાંસદો ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ધરણા પર બેઠા છે.

https://x.com/PTI_News/status/2107343636182802461?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107343636182802461%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત 

વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો ચૂંટણી પંચના મુખ્યાલયથી લગભગ 200 મીટર દૂર ધરણા કરી રહ્યા છે. સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ "વોટ ચોર"ના નારા લગાવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને કારણે નિર્વાચન સદન અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

https://x.com/PTI_News/status/2107349478391087489?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107349478391087489%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ઈન્ડિયા' (INDIA) ગઠબંધનની વિરોધ રેલી અંગે એસપી (SP) સાંસદ અખિલેશ યાદવે કહ્યું, "ભૂતકાળમાં પણ ચૂંટણી પંચ સામે આક્ષેપો થયા છે; ચૂંટણી પંચે 2017, 2019, 2022 અને 2024માં બેઈમાની કરી હતી અને બંગાળમાં તો તેણે અત્યંત બેફામ રમત રમી હતી...