એનર્જી વીકની ઉજવણીના ભાગરૂપે ઊર્જા સુરક્ષા સંમેલનમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયો હોવાની પીએમ મોદીએ જાહેરાત કરી. તેમણે આ કરારને  મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી . તેમણે કહ્યું કે આ કરારથી ભારત પર દુનિયાનો ભરોસો વધશે. 


ઉત્પાદનને વેગ મળશે- પીએમ મોદી 

EU સાથેના આ વેપાર કરારથી ઉત્પાદનને મોટો વેગ મળશે, અને સેવા ક્ષેત્રનો પણ વિસ્તાર થશે. મુક્ત વેપાર કરાર દરેક રોકાણકાર અને ઉદ્યોગપતિનો ભારતમાં રોકાણ કરવાનો વિશ્વાસ વધારશે. તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. આ કરાર લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. યુરોપિયન યુનિયન સાથેનો આ મુક્ત વેપાર કરાર બ્રિટન અને EFTA ના કરારોને પણ પૂરક બનાવશે... હું આ માટે દેશના લોકોને અભિનંદન આપું છું"



ભારતીય નિકાસકારોને શું લાભ થશે?

આ કરારથી  કાપડ, ચામડું, રત્નો અને ઝવેરાત, રસાયણો અને મશીનરી જેવા ક્ષેત્રોને નોંધપાત્ર રીતે લાભ આપી શકે છે. હાલમાં, EU ઘણા શ્રમ-સઘન ઉત્પાદનો પર 10% સુધીના ટેરિફ લાદે છે, જે FTA પછી ઘટાડી અથવા દૂર થઇ શકે છે. 


યુએસ ટેરિફ પર મહત્વપૂર્ણ કરાર

યુએસ દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ વૈશ્વિક વેપારને અસર કરી રહ્યા છે. તેથી, EU જેવા મોટા બજાર સુધી સરળ પહોંચ ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી ભારત માટે નવા બજારો ખુલશે અને ચીન પર તેની નિર્ભરતા ઓછી થશે.


EU ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર

2024-25 નાણાકીય વર્ષમાં ભારત અને EU વચ્ચે કુલ વેપાર $136.53 બિલિયન હતો, જેમાં ભારતનો સરપ્લસ $15.17 બિલિયન હતો. EU ભારતનો સૌથી મોટો માલ વેપાર ભાગીદાર છે, જે ભારતના કુલ નિકાસના આશરે 17% હિસ્સો ધરાવે છે.

Shani Gochar : આ 3 રાશિના લોકોનો વટ પડી જશે! શનિ દેવ વરસાવશે કૃપા



  • Follow us on: