વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કંડોલેન્સ રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા હતા.

અમેરિકા-ઇઝરાલના હવાઇ હુમલા

ભારતે ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી દિલ્હી સ્થિતિ ઇરાની દૂતાવાસ પહોંચ્યા હતા. અને દુઃખ વ્યક્ત કર્યુ હતુ. અલી ખામેનેઇનું નિધન 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાલના હવાઇ હુમલામાં થયુ હતુ. જેમાં તેમના પત્ની અને પરિવારના સભ્યો મોતને ભેટ્યા હતા. અલી ખામેનેઇ 1989થી ઇરાનના સુપ્રીમ નેતા હતા.

30 મિસાઇલથી કરાયો હતો હુમલો

ભારતે અલી ખામેનેઇની મોત પર શોક વ્યક્ત કર્યો છે. ભારત સરકાર તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી દિલ્હી સ્થિત ઇરાનના દૂતાવાસમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ કંડોલેન્સ રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા હતા. તેની સાથે જ તેઓએ ઇરાનમાં મોતને ભેટેલા સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇ પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇ હવાઇ હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઇ હુમલામાં અલી ખામેનેઇ કપાઉન્ડમાં 30 મિસાઇલથી હુમલો કરાયો હતો.

હુમલામાં કોના-કોના થયા મોત ?

અલી ખામેનેઇના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં મિસાઇલ હુમલાઓ કરાયા હતા. જેમાં અલી ખામેનેઇ, તેમના પત્ની, પુત્રી, જમાઇ, પુત્રવધુ અને બાળકો સહિત 40 કમાન્ડરના મોત થયા હતા. અલી ખામેનેઇને 6 બાળકોમાંથી 4 પુત્ર અને 2 પુત્રીઓ હતી. અલી ખામેનેઇના મોત બાદ હવે ઇરાનમાં સુપ્રીમ લીડરની શોધ તેજ બની છે. અલી ખામેનેઇના બીજા પુત્ર મોજત્તબા કમાન સંભાળવા માટે રેસમાં સૌથી આગળ દેખાઇ રહ્યા છે. હાલ સત્તાવાર જાહેરાત માટે રાહ જોવાઇ રહી છે.

આ પણ વાંચોઃ  યુદ્ધ અટકાવવા માટે ઈરાને સ્વીકારી અમેરિકાની શરત, જાણો શું છે સ્થિતિ?