ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે ભાર મૂક્યો હતો કે ભારતીય સેના એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોઈ ભાઈ-બહેનો નથી. તેમણે બાળકોને દેશની સેવા કરવા અને નવા દેશોની શોધખોળ કરવા માટે સશસ્ત્ર દળોમાં જોડાવાની ઇચ્છા રાખવા વિનંતી કરી. તેમણે રાંચીમાં શાળાના બાળકો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું.

અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો : CDS

સીડીએસ ચૌહાણે રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને 7મી મેની રાત્રે એકથી દોઢ વાગ્યાની વચ્ચે અંજામ આપ્યો હતો. તેમણે આ સમય પસંદ કરવા પાછળના બે મુખ્ય કારણો જણાવ્યા છે. તેમણે પ્રથમ કારણ જણાવ્યું છે કે, ‘અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો હતો કે અમે રાત્રે અંધારામાં પણ સચોટ તસવીરો (ઈમેજરી) લઈ શકીશું અને પુરાવાઓ એકઠા કરી શકીશું. સામાન્ય રીતે રાત્રિ દરમિયાન સેટેલાઇટ ફોટોગ્રાફી કવી એ સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ સેનાએ પોતાની ટેકનોલોજી પર ભરોસો રાખીને આ પડકાર પાર પાડ્યો હતો.

ભારતે પાકિસ્તાની નાગરિકોના જીવની કિંમત સમજી

સીડીએસ બીજા કારણમાં કહ્યું છે કે,હુમલો કરવાનો સૌથી સારો સમય સવારનો હોય છે, જ્યારે દિવસની શરૂઆત થાય છે. જોકે આ સમયે પહેલી અજાન અને નમાજ થાય છે અને તે સમયે બહાવલપુર અને મુરીદકેમાં અનેક લોકોની અવરજવર થતી હોય છે. જો અમે સવારે હુમલો કરીએ તો ઘણા નિર્દોષ નાગરિકોના મોત થઈ શકે છે. તેથી સેનાએ નાગરિકોના જીવને ધ્યાને રાખી, તેમને બચાવવા માટે અને માત્ર આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કરવા માટે રાત્રે એકથી દોઢ વાગ્યાનો સમય પસંદ કર્યો હતો.

  • Follow us on: