દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓની અટકાયત અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયની ટિપ્પણી બાદ ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલય એટલે કે OHCHRની ચિંતાઓને અયોગ્ય ગણાવીને તેને દેશની આંતરિક બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ ગણાવ્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રને વિશ્વના અન્ય વિસ્તારોમાં થતા મોટા વિરોધ પ્રદર્શનો પર પણ સમાન ધ્યાન આપવા અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સ્પષ્ટ અપીલ
યુએન સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નિવેદન જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર ભારતીય બંધારણમાં આપવામાં આવ્યો છે અને દેશની સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર તથા સ્વતંત્ર મીડિયા આ અધિકારની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શાંતિપૂર્ણ પ્રદર્શન અને ધરપકડ અંગે UNએ શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા થામીન અલ-ખીતાને દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો પહેલાં અને દરમિયાન પ્રદર્શનકારીઓ, આંદોલનના નેતાઓ, નાગરિક સમાજના સભ્યો, વકીલો અને પત્રકારોની મોટા પાયે અટકાયત થયાના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી હતીUNએ ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાના અધિકારનું સંપૂર્ણ સન્માન કરવા અપીલ કરી હતી. કાર્યાલયે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શનો પરના પ્રતિબંધો જરૂરી અને પ્રમાણસર હોવા જોઈએ. કાયદો લાગુ કરનારા અધિકારીઓએ પ્રદર્શનકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે સંયમ રાખવો જોઈએ, તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, UNએ મનસ્વી રીતે અટકાયતમાં રાખવામાં આવેલા લોકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ઉઠાવેલા મુદ્દાઓના ઉકેલ માટે ભારતીય અધિકારીઓને તેમની સાથે અર્થપૂર્ણ સંવાદ શરૂ કરવા પણ જણાવ્યું હતું
https://x.com/IndiaUNGeneva/status/2108976043075797300?s=20
ભારતે બંધારણીય અધિકારોનો આપ્યો હવાલો
ભારતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર બંધારણ દ્વારા સુરક્ષિત છે. જોકે, જાહેર વ્યવસ્થા જાળવવા માટે આ અધિકાર પર વાજબી નિયંત્રણો લાગુ થઈ શકે છે.ભારતીય મિશનના જણાવ્યા અનુસાર, સરકારી અધિકારીઓ કાયદા અનુસાર કાર્યવાહી કરે છે અને નાગરિકોને તેમની ફરિયાદોના નિવારણ માટે દેશની અદાલતોનો સંપર્ક કરવાનો અધિકાર છે. ભારતે પોતાની સંસ્થાકીય વ્યવસ્થા, સ્વતંત્ર ન્યાયતંત્ર અને બંધારણીય સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો
CJPનું પ્રદર્શન શા માટે યોજાયું હતું?
દિલ્હીમાં CJP દ્વારા આયોજિત પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓના મુદ્દા સાથે જોડાયેલું હતું. પ્રદર્શનકારીઓએ મતદાર યાદીમાં સુધારા અને ચૂંટણી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા પ્રદર્શન સાથે જોડાયેલા લોકોની અટકાયતના અહેવાલો સામે આવ્યા હતા, જેના પગલે UNના માનવાધિકાર કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી હતીઆ સમગ્ર મુદ્દે ભારત અને UNના માનવાધિકાર કાર્યાલયના અભિગમમાં સ્પષ્ટ મતભેદ સામે આવ્યા છે. ભારતે તેને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવ્યો છે, જ્યારે UNએ શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકાર અને અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો - CJP Protest: યુટ્યુબર ધ્રુવ રાઠીને અલ્ટીમેટમ સાથે મુક્ત કરાયો, દિલ્હીમાં વિરોધ યથાવત