નવી દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના ચૂંટણી પંચ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્રમ્પના નિવેદન પર કોઈ ચોક્કસ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે, તેમણે ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા અને મજબૂતી અંગે સ્પષ્ટ વાત કરી હતી.

https://twitter.com/ANI/status/2089702109784518872

વધુમાં શું કહ્યું રણધીર જયસ્વાલે?

ટ્રમ્પના નિવેદન અંગે પૂછવામાં આવતા રણધીર જયસ્વાલે કહ્યું કે આ ટિપ્પણી પર તેમની પાસે કોઈ ચોક્કસ ટિપ્પણી નથી. જોકે, તેમણે ઉમેર્યું કે ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા અને તેની મજબૂતાઈ વૈશ્વિક સ્તરે સ્થાપિત હકીકત છે. વિદેશ મંત્રાલયના આ નિવેદનને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગેના સત્તાવાર વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારત સતત પોતાની ચૂંટણી વ્યવસ્થાને સ્વતંત્ર, પારદર્શક અને મજબૂત ગણાવતું આવ્યું છે. દેશમાં લોકસભા અને વિધાનસભા સહિતની ચૂંટણીઓનું સંચાલન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

ચૂંટણી પંચની કામગીરીને લઈને રાજકીય ચર્ચા

ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરીને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે. વિપક્ષી પક્ષો અગાઉ પણ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે, જ્યારે ચૂંટણી પંચે પોતાની પ્રક્રિયાની પારદર્શિતા અને નિયમો અનુસાર કામગીરી પર ભાર મૂક્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ છે. આવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતે સીધી રાજકીય પ્રતિક્રિયા આપવાને બદલે પોતાની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો : Imran Khanનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ, ફેફસાં અને કિડની સારી, જાણો મેડિકલ રિપોર્ટ શું આવ્યુ સામે?