સાઉદી અરબ અને પાકિસ્તાનની ડીલને લઇને ભારતના વિદેશ મંત્રાલયનું નવુ નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ સાઉદી અરબ સાથે ભારતના સંબંધો તથા ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વાતચીતને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.
સાઉદી અરબ અને ભારત વચ્ચે સ્ટ્રેટજિક ભાગીદારી
તેમણે કહ્યું કે ભારત અને સાઉદી અરબ વચ્ચે વ્યાપક સ્ટ્રેટજિક ભાગીદારી છે. જે છેલ્લા ઘણા વર્ષોમાં ગાઢ બની છે. અમે આશા રાખીએ છીએ કે અમારી સ્ટ્રેટજિક ભાગીદારીમાં સહિયારા હિતો અને સંવેદનશીલતાઓને ધ્યાનમાં રાખવામાં આવશે. તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે સાઉદી અરબ સાથે ભારતના સંબંધ મજબૂત છે. અમને આશા છે કે ભારતની સંવેદનશીલતાનો સાઉદી અરબ ધ્યાન રાખશે.
અમેરાકા સાથે ટ્રેડ ડીલને લઇને શું કહ્યું ?
યુએસ સાથે વેપાર સોદા અને ટેરિફ વાટાઘાટો અંગે રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે યુએસ પ્રતિનિધિમંડળે વેપાર વાટાઘાટો માટે મુલાકાત લીધી હતી. બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી.ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ નીકળવાની અપેક્ષા છે.
તેમણે જણાવ્યું હતું કે સહાયક યુએસટીઆર બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની એક ટીમે 16 સપ્ટેમ્બર, 2025 ના રોજ વાણિજ્ય મંત્રાલય ખાતે અમેરિકા સાથે વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટોને આગળ વધારવા માટે બેઠકો યોજી હતી.
સકારાત્મક અને ભવિષ્યલક્ષી- વિદેશ મંત્રાલય
તેમણે જણાવ્યું હતું કે ચર્ચાઓ સકારાત્મક અને ભવિષ્યલક્ષી હતી, જેમાં વેપાર કરારના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. પરસ્પર લાભદાયી વેપાર કરારને ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસોને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમે ચાબહાર બંદર માટે પ્રતિબંધ મુક્તિ રદ કરવા અંગે યુએસ પ્રેસ નિવેદન જોયું છે. અમે હાલમાં ભારત પર તેની અસરોની તપાસ કરી રહ્યા છીએ. યુએસ પોલીસ દ્વારા ભારતીય એન્જિનિયર પર ગોળીબાર કરવાના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે કેલિફોર્નિયામાં થયેલી દુ:ખદ ઘટનાનો વીડિયો બહાર પાડ્યો છે અમે પીડિત પરિવાર સાથે સંપર્કમાં છીએ તેમ જણાવ્યું.