ભારતીય વાયુસેનાએ પોતાના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી MWO (HFO) નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ અત્યંત ગૌરવપૂર્ણ રીતે ઉજવ્યો છે. વાયુસેનામાં અપ્રતિમ સમર્પણ, શિસ્ત અને પ્રતિષ્ઠા સાથે સેવા આપનાર આ વીર જવાનના સદી લાંબા જીવન અને તેમની નિષ્ઠાવાન દેશસેવાની વિરાસતને સન્માનિત કરવામાં આવી હતી.
વર્ષ 1981માં વાયુસેનામાંથી થયા હતા નિવૃત્ત
નારાયણ રામકૃષ્ણન વર્ષ 1981માં ભારતીય વાયુસેનામાંથી પોતાની દીર્ઘ અને ગૌરવશાળી સેવા પૂરી કરીને નિવૃત્ત થયા હતા. વાયુસેનામાં તેમના કાર્યકાળ દરમિયાન આપેલા મહત્વપૂર્ણ યોગદાન અને ઉત્કૃષ્ટ સેવાઓને આજે પણ વાયુસેના પરિવાર શ્રદ્ધા અને ગૌરવ સાથે યાદ કરે છે.


