ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે બે MQ-9B સી ગાર્ડિયન હાઈ-ઓલ્ટિટ્યુડ લોંગ-એન્ડ્યુરન્સ (HALE) રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS) લીઝ પર લેવા માટે General Atomics Aeronautical Systems Inc. (GA-ASI) સાથે કરાર કર્યો છે. આ કરારની કુલ કિંમત આશરે રૂપિયા 1,943 કરોડ છે.

https://twitter.com/ANI/status/2089285552675954856

નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે કરાર થયો

મંત્રાલયના જણાવ્યા મુજબ બંને MQ-9B સી ગાર્ડિયન સિસ્ટમ 30 મહિનાના સમયગાળા માટે લીઝ પર લેવામાં આવશે. આ કરાર નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે કરવામાં આવ્યો હતો. કરાર દરમિયાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ વિભાગના એડિશનલ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ એ. અનબરાસુ પણ હાજર રહ્યા હતા.

રિમોટલી પાઈલટેડ એરક્રાફ્ટ

MQ-9B સી ગાર્ડિયન એક HALE કેટેગરીનું રિમોટલી પાઇલટેડ એરક્રાફ્ટ છે, જે લાંબા સમય સુધી હવામાં રહીને વિશાળ દરિયાઈ વિસ્તારમાં સર્વેલન્સ અને રિકોનિસન્સ કામગીરી કરી શકે છે. ભારતીય નૌકાદળ માટે આ સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે દરિયાઈ ક્ષેત્રમાં નજર રાખવા અને મહત્વપૂર્ણ વિસ્તારોની સતત દેખરેખ માટે થઈ શકે છે. ભારત માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધતી વ્યૂહાત્મક અને સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી હવામાં રહી શકે તેવી માનવરહિત સિસ્ટમનું મહત્વ વધી રહ્યું છે. 

MQ-9B Sea Guardian જેવી સિસ્ટમથી ભારતીય નૌકાદળની Maritime Domain Awareness વધુ મજબૂત થઈ શકે છે. આ કરારથી ભારતીય નૌકાદળને અદ્યતન માનવરહિત હવાઈ ક્ષમતાનો ઉપયોગ કરવાની તક મળશે. ખાસ કરીને લાંબા અંતરની સમુદ્રી દેખરેખ અને સતત સર્વેલન્સમાં આ સિસ્ટમ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Weather Update: ઓડિશા-ઝારખંડમાં રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી