ભારતીય રેલવેએ ઘણા વર્ષો બાદ ટ્રેનની ટિકિટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા દર 1 જુલાઇ 2025થી લાગુ થશે. તત્કાલ ટિકિટ માટે પણ નિયમ બનાવાયા છે. જેમાં આધાર ઓથેન્ટિફિકેશન અનિવાર્ય કર્યુ છે.
કેટલુ વધ્યુ ભાડુ ?
રેલવે મંત્રાલયનું કહેવુ છે કે નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં હવે ભાડુ 1 પૈસા પ્રતિકિલોમીટર વધશે. જ્યારે એસી ક્લાસમાં 2 પૈસા પ્રતિકિલોમીટર. આમ સાંભળવામાં રકમ નાની લાગે પરંતુ લાંબી મુસાફરી કરનારા મુસાફરોને અસર કરી શકે છે. જેમ કે મુંબઇથી દિલ્ગી જવુ હોય નોન એસી ટ્રેનમાં તો, 1400 કિલોમીટર ડિસ્ટન્સ થાય. એટલે 14રૂપિયા વધારે આપવા પડે જ્યારે એસી ક્લાસમાં 28 રૂપિયા આપવા પડે. રેલવેનું કહેવુ છે કે નજીક સફર કરનારા લોકોને આ નિયમની કોઇ અસર નહી પડે.
1 જુલાઇથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ઓથેન્ટિફિકેશન જરૂરી હશે. રેલ મંત્રાલયે 10 જૂન 2025ના રોજ એક આદેશ જાહેર કરીને આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવુ છે કે આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો કે જેથી તત્કાલ સ્કિમનો લાભ અસલી યાત્રીઓને મળી શકે ન કે દલાલો કે અનધિકૃત એજન્ટને.
રેલ્વે મંત્રાલયે તત્કાલ ટિકિટ બુકિંગમાં અનધિકૃત એજન્ટોની દખલ અટકાવવા માટે કડક પગલાં પણ લીધા છે. નવા નિયમો હેઠળ, રેલ્વેના અધિકૃત બુકિંગ એજન્ટોને પહેલા દિવસે શરૂઆતના અડધા કલાકની સમય મર્યાદા દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- એસી ક્લાસ બુકિંગ: એજન્ટો સવારે 10:00 થી સવારે 10:30 વાગ્યા સુધી તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.
- નોન-એસી ક્લાસ બુકિંગ: એજન્ટો માટે સવારે 11:00 થી સવારે 11:30 વાગ્યા સુધી બુકિંગ બંધ રહેશે.
રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો છે જેથી સામાન્ય મુસાફરો સરળતાથી તત્કાલ ટિકિટ બુક કરી શકે.
રેલ્વે સિસ્ટમમાં પણ ફેરફારો થશે
આ નવા નિયમો લાગુ કરવા માટે, રેલ્વે મંત્રાલયે સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) અને IRCTC ને જરૂરી ટેકનિકલ ફેરફારો કરવા સૂચના આપી છે. રેલ્વેએ તમામ ઝોનલ રેલ્વે વિભાગોને આ ફેરફારો વિશે જાણ કરવા પણ કહ્યું છે.










