ગુજરાતના 4 સ્ટેશન જેમ કે, ઉધના, સૂરત, અમદાવાદ અને વડોદરામાં હોલ્ડિંગ એરિયા બનાવવાનું કામ શરુ કરાશે.

ભીડ નિયંત્રણ માટે હોલ્ડિંગ એરિયા જરુરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હોલ્ડિંગ એરિયા બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. રેલવે મંત્રીએ આ તમામ હોલ્ડિંગ એરિયાને વર્ષ 2026ના તહેવાર સિઝન પહેલા પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે. તો આ તરફ, હોલ્ડિંગ એરિયા મોડ્યૂલર ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવશે. તેનું નિર્માણ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ નિર્ણય નવી દિલ્હી સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા સફળ થયા બાદ કરવામાં આવ્યો છે. હોલ્ડિંગ એરિયાની મદદથી દિવાળી અને છઠના તહેવાર સમયે ભીડને કાબૂમાં કરી શકાશે.

દેશના વિવિધ સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા

ઉત્તર પ્રદેશના 12 અને બિહારના 7 સ્ટેશન પર સ્થાયી હોલ્ડિંગ એરિયા બનાવાશે. ભારતીય રેલવે દેશભરના 76 સ્ટેશનોમાં હોલ્ડિંગ એરિયા બનાવવા જઇ રહી છે. જેના કારણે યાત્રીઓને વધુ રાહ જોવાની જરુર નહી પડે. ઉત્તર ભારતમાં બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ સહિત વિવિધ રાજ્યોમાં હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે સ્ટેશનો પર તહેવાર સીઝનમાં વધુ ભીડ જોવા મળે છે. દિવાળી અને છઠ પૂજા દરમિયાન આ ભીડ વધુ જોવા મળે છે.

સંબંધિત સ્ટેશનો વિશે અપાશે માહિતી

આ હોલ્ડીંગ એરિયામાં એલસીડી સ્ક્રીન લગાવવામાં આવશે. જેમાં સંબંધિત સ્ટેશનો પર ચાલનાર ટ્રેન વિશે માહિતી આપવામાં આવશે. ઓટોમેટિક ટિકટ વેડિંગ મશીનો લગાવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, વારાણસી, બનારસ, લખનઉ, આગરા, મથુરા, કાનપુર, અયોધ્યા, બિહાર, મહારાષ્ટ્ર, મુંબઇ, નાસિક, મધ્ય પ્રદેશ, ભોપાલ, ઉજ્જૈન, સિહોર, ઝારખંડ વગેરે રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. 

  • Follow us on: