મુંબઇથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇન્ડિગો ફ્લાઇટ 6E 762 મુંબઇથી રવાના થઇ હતી. જે દરમિયાન આજે સવારે ફ્લાઇટને ઉડાવવાની ધમકી મળી હતી. સૂચના મળતા જ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઇમરજન્સી જાહેર કરાઇ છે. વિમાન લેન્ડિંગ સમયે પણ સુરક્ષા માનાંકોનું કડક પાલન કરાયુ હતું. જો કે તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

શંકાસ્પદ કંઇ ન મળ્યુ 

આ ફ્લાઇટમાં 200 યાત્રિકો સવાર હતા. ધમકી મળ્યાના તરત બાદ જ દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી. એરપોર્ટ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાને લઇને જરૂરી તપાસ કરી અને વિમાનને સુરક્ષિત લેન્ડિંગની તૈયારી કરવામાં આવી. જો કે તપાસ બાદ સામે આવ્યું કે આ ધમકી નોન સ્પેસિફિક એટલે કે સ્પષ્ટ રૂપથી સટીક ખતરા તરફ કોઇ ઇશારો કરતો નથી. આમ છતાં સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ભૂલ ટાળવા માટે તમામ પ્રોટોકોલનું પાલન કર્યું.

મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી


દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની તપાસ કરવામાં આવી હતી. મુસાફરોના સામાનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.


ઇન્ડિગોએ શું કહ્યું ? 


ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 762 પર સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો. સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરીને, અમે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી અને વિમાનને રવાના કરતા પહેલા જરૂરી સુરક્ષા તપાસ કરવામાં તેમને સંપૂર્ણ સહકાર આપ્યો. અમે અમારા મુસાફરોને થતી અસુવિધાને ઓછી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે, જેમાં તેમને નાસ્તો પૂરો પાડવાનો અને નિયમિત અપડેટ્સ શેર કરવાનો સમાવેશ થાય છે. હંમેશની જેમ, અમારા મુસાફરો, પાઇલટ્સ અને વિમાનની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.
  • Follow us on: