નાગપુરથી કોલકાતા જઇ રહેલા ઇન્ડિગોના ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું, આ પ્લેનમાં 272 યાત્રિકો સવાર હતા. પ્લેન પક્ષી સાથે ટકરાતા પાયલટે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. હવામાં એક પક્ષી અથડવાથી પ્લેનનો આગળનો ભાગ ડેમેજ થયો હતો . જો કે પાયલટે સમય સૂચકતા વાપરતા એક મોટી દુર્ઘટના ટળી હતી. તમામ યાત્રીઓ સુરક્ષિત છે. કોઇને કંઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. 

નાગપુરમાં કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ


ચાલુ ફ્લાઇટ દરમિયાન વિમાન પક્ષી સાથે્ અથડાતા વિમાન ધ્રુજવા લાગ્યુ હતું. જે બાદ વિમાનમાં સવાર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. લોકો ગભરાઇ ગયા. ક્રૂએ લોકોને શાંત રહેવાની અપીલ કરી. તે દરમિયાન પાયલટે સૂઝ બૂઝ વાપરીને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. ઘટનાને પગલે સીનિયર એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુહિનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઇન્ડિગોની નાગપુર-કોલકાતા ફ્લાઇટ નંબર 6E812 પર પક્ષી અથડાયુ હોવાની આશંકા છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.


પક્ષી અથડાવાથી ખતરો સર્જાય છે


ઇમરજન્સી લેન્ડિંગ પાછળનું કારણ પક્ષી અથડાયુ હોવાનું જ છે.  ઉડ્ડયન ઉદ્યોગમાં પક્ષી અથડામણને ગંભીર ખતરો માનવામાં આવે છે. ખાસ કરીને ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે તે ગંભીર ખતરો પેદા કરી શકે છે. ઘણી વખત પક્ષી અથડાવાથી તથા એન્જિનમાં અટવાઈ જવાથી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. જે વિમાનના સંચાલનને જોખમમાં મૂકી શકે છે.

પહેલા પણ બની હતી આવી ઘટના 


અગાઉ 2 જૂને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઝારખંડની રાજધાની રાંચી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટને પક્ષી અથડાયા બાદ કટોકટી ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે પક્ષી અથડાવાના કારણે કટોકટી ઉતરાણ કરવામાં આવ્યું હતું અને વિમાનમાં સવાર તમામ 175 મુસાફરો સુરક્ષિત હતા.
રાંચીના બિરસા મુંડા એરપોર્ટના ડિરેક્ટર આરઆર મૌર્યએ જણાવ્યું હતું કે, રાંચી નજીક ઇન્ડિગોનું એક વિમાન પક્ષી સાથે અથડાયું હતું. આ ઘટના લગભગ 10 થી 12 નોટિકલ માઇલ દૂર, લગભગ 3,000 થી 4,000 ફૂટની ઊંચાઈએ બની હતી.
  • Follow us on: