ઇન્ડિગોના ફ્લાઇટ એક બાદ એક રદ થવાને લઇને અત્યારે મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે. આ મામલો એટલો ઉગ્ર બન્યો છે કે સંસદ સત્રમાં આ મુદ્દે હોબાળો મચ્યો હતો. આ મુદ્દે સવાલો થયા હતા. જેને લઇને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે., ઇન્ડિગો સંકટ પર સરકારની નજર છે. હાલાત સામાન્ય થઇ રહ્યા છે. લાપરવાહીની જવાબદારી નક્કી કરાશે. નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
તાત્કાલિત રિફંડ આપે-રામ મોહન નાયડુ
આ સાથે જ એમ પણ જણાવ્યું કે ઇન્ડિગોને કારણ બતાઓ નોટિસ પણ ફટકારી છે. ઇન્ડિગોને તાત્કાલિત રિફંડ આપવા પણ કહ્યું છે. ઇન્ડિગોએ અચાનક જ ફ્લાઇટ વધારી દીધી હતી. ફ્લાઇટની સંખ્યા વધારવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. કામગીરી ઝડપથી સ્થિર થઈ રહી છે, સલામતી સંપૂર્ણપણે અમલમાં છે, ઇન્ડિગો જવાબદાર છે, મુસાફરોની સુવિધા અને ગૌરવનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મુસાફરો-કેન્દ્રિત બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાશે
ઉડ્ડયન મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે DGCA એ ઇન્ડિગોના CEO પીટર આલ્બર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. તપાસ પૂર્ણ થયા પછી, એરક્રાફ્ટ એક્ટ અને નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
https://x.com/ANI/status/1998284831562605015
મંત્રીએ ગૃહને ખાતરી આપી હતી કે સુરક્ષા સંપૂર્ણપણે બિન-વાટાઘાટોપાત્ર છે. કોઈપણ એરલાઇનને મુસાફરો સાથે અસંવેદનશીલ વર્તન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ડિગોને તેની ક્ષમતા અને નેટવર્કનું પુનર્ગઠન કરવાની સલાહ આપવામાં આવી છે. ફ્લાઇટ કામગીરી હવે સામાન્ય થઈ રહી છે, અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ઉડ્ડયન મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે DGCA એ ઇન્ડિગોના CEO પીટર આલ્બર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. તપાસ પૂર્ણ થયા પછી એરક્રાફ્ટ એક્ટ અને નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુ વાંચો-Stock Market Opening: ટ્રમ્પના ટેરિફ સંકેતથી શેરબજાર ધડામ, સેન્સેક્સ 589 પોઇન્ટ તૂટ્યો