Emergency landing: દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1302નું ગુરુવારે સવારે મસ્કતમાં સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મુસાફરી દરમિયાન પાયલોટ અચાનક બીમાર પડી ગયા બાદ સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને મસ્કત ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન મસ્કત એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું અને પાઇલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા; હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
