ભિક્ષુક માંગીલાલની શારીરિક સ્થિતિ જોઇને તેમની આર્થિક સ્થિતિ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
કરોડપતિ ભિક્ષુક !
ઇન્દોરમાં ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન અભિયાન હેઠળ ઇન્દોરમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. સરાફા ક્ષેત્રમાં રોજ જોવા મળનાર ભિક્ષુક માંગીલાલને રેસ્ક્યૂ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. માંગીલાલ પાસે ત્રણ મકાન, એક રિક્ષા અને એક કાર છે. વિકલાંગતાના આધારે તંત્ર પાસેથી 1 બીએચકે મકાન મળ્યા બાદ પણ તે ભિક્ષા માંગતા હતા. અને વ્યાજે પૈસા આપતા હતા. અને વાહનો ભાડે આપીને પણ પૈસા કમાવતા હતા.
સતત મળતી ફરિયાદ બાદ કાર્યવાહી
ભિક્ષુક માંગીલાલ કરોડોની સંપત્તિના માલિક છે. અને સાથે જ જરુરિયાતમંદોને લોન પણ આપે છે. આજના સમયમાં પોતાનું ઘર હોવાનું સપનું પુરુ કરવું મુશ્કેલ છે. પરંતુ માંગીલાલ ત્રણ પાકા મકાનના માલિક છે. આ ઉપરાંત તેમની પાસે રિક્ષા અને કાર પણ છે. વાહનો ભાડે આપીને તેઓ પૈસા કમાવે છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની રેસ્ક્યૂ ટીમે સતત મળી રહેલી ફરિયાદોના આધારે સરાફા બજારમાં કાર્યવાહી કરાઇ હતી. અને માંગીલાલની પૂછપરછ કરાઇ હતી. ત્યારે આ સમગ્ર કેસ અને સંપત્તિ વિશે જાણવા મળ્યુ હતુ. ભિક્ષુક માંગીલાલ બજારમાં પોતાની વિકલાંગતા લોકો સમક્ષ દર્શાવતો અને લાચાર બનીને તમામ પાસે ભિક્ષા માગતો હતો. અને લોકો પણ તેના પર દયા ખાઇને તેને પૈસા આપતા હતા.
કરોડોની સંપત્તિના માલિક માંગીલાલ
રેસ્ક્યુ ટીમ દ્વારા કરાયેલી તપાસમાં માંગીલાલની સંપત્તિ વિશે જાણવા મળ્યુ હતુ. માંગીલાલ પાસે ત્રણ મકાન છે. ભગત સિંહ નગરમાં 16×45 ફુટનુ ત્રણ માળનું મકાન છે. શિવનગર ક્ષેત્રમાં 600 સ્ક્વેર ફુટમાં બીજુ મકાન છે. અને અલવાસ ક્ષેત્રમાં 10×20 ફુટનું એક બીએચકે મકાન છે. આ સંપત્તિઓની કિંમત કરોડોમાં છે. સરાફા બજારમાં માંગીલાલ રોજના 400થી 500 રૂપિયા કમાવતો હતો.
આ પણ વાંચોઃ Entertainment: પત્ની Sunita Ahujaના આરોપો પર Govindaએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો શું કહ્યુ?
