PM મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે યોગ કર્યા. પીએમ મોદીની સાથે અન્ય લોકો પણ હાજર હતા. પીએમ મોદીએ આ પ્રસંગે સંબોધન પણ કર્યું. ત્યારે આવો જાણીએ તેમના સંબોધનની 10 મહત્વની વાતો.
- તેમણે કહ્યું કે યોગ ઉથલ પાથલ અને તણાવયુક્ત સમયમાં શાંતિ લાવે છે. ઘણા ક્ષેત્રોમાં શાંતિ અને અસ્થિરતા વધી રહી છે તેવામાં યોગ આપણને શાંતિની દિશા આપે છે.
- મેદસ્વિતા એ એક પડકાર છે. પોતાના ભોજનમાં 10 ટકા ઓઇલ ઓછુ કરવાની ચેલેન્જ શરૂ કરવા મે કહ્યું હતું. લોકને ફરી એકવાર આ ચેલેન્જમાં જોડાવા માટે આહ્વાન કરુ છું.
- યોગ શારિરીક જ નહી માનસિક સ્વાસ્થ્ય પણ સારુ બનાવે છે. યોગ આપણને પરસ્પર જોડાવા પ્રત્યે જાગૃત કરે છે જે શીખવાડે છે કે આપણે અલગ અલગ વ્યક્તિ નથી. પણ પ્રકૃતિનો જ ભાગ છીએ.
- યોગનો સીધો અર્થ છે જોડાવુ. એ જોઇને ખુશી થાય છે કે કેવી રીતે યોગએ આખા વિશ્વને જોડ્યુ. મને ગર્વ થાય છે કે અમારા દિવ્યાંગ સાથી પણ યોગશાસ્ત્ર ભણે છે. વૈજ્ઞાનિકો પણ અંતરિક્ષમાં યોગ કરે છે.
- આપણે સૌ મળીને યોગને એક એવુ જન આંદોલન બનાવીએ જેનાથી આંદોલન, વિશ્વને શાંતિ, સ્વાસ્થ્ય અને સમરસતા તરફ લઇ જાય છે. વ્યક્તિ દિવસની શરૂઆત યોગથી કરે અને જીવનમાં સંતુલન મેળવે. દરેક સમાજ યોગથી તણાવ મુક્ત થાય.
- વિશ્વમાં યોગના પ્રસાર માટે ભારત યોગના વિજ્ઞાનને આધુનિક રિસર્ચથી વધારે સશક્ત કરી રહ્યુ છે. દેશની મોટી મોટી મેડિકલ સંસ્થાઓ યોગ પર રિસર્ચ કરે છે. યોગની વૈજ્ઞાનિકતાઓ આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં સ્થાન મળે તેવો અમારો પ્રયાસ છે.
- ઓપેરા હાઉસની સીડીઓ હોય, એવરેસ્ટની ટોચ હોય કે સમુદ્ર વિસ્તાર હોય, દરેક જગ્યા એક જ સંદેશ જાય છે કે યોગ બધાનો છે અને બધા માટે છે. મને યાદ આવે છે કે જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મુક્યો કે 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે અને હવે ઓછામાં ઓછા 175 દેશ છે આ પ્રસ્તાવમાં આપણી સાથે જોડાયેલા છે. આજે દુનિયામાં આવી એકજૂથતા અને આવુ સમર્થન મળવુ તે સામાન્ય વાત નથી.
- આ વર્ષે યોગ દિવસનો વિષય છે એક પૃથ્વી માટે યોગ, એક સ્વાસ્થ્ય માટે યોગ.
- દેશ અને દુનિયા ભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ શુભકામના. આજે 11મી વખતે આખુ વિશ્વ 21 જૂને એક સાથે યોગ કરી રહ્યુ છે.













