સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અને કટોકટીની સ્થિતિમાં દૂતાવાસનો સંપર્ક કરવાની સૂચના અપાઇ છે.

વધુ મુસાફરી ટાળવાનું સુચન

ઈરાનમાં વણસી રહેલી સ્થિતિને જોતા હાલમાં ઈરાનમાં વસવાટ કરી રહેલા ભારતીયોને જ્યાં છે ત્યાં જ રહેવા સૂચના અપાઇ છે. અને સાથે જ વધુ મુસાફરી ટાળવાનનું સુચન કરાયુ છે. ઈરાનની અંદર અને ઈરાની સરહદ પાર કોઈપણ હિલચાલ પર તેહરાનમાં ભારતીય દૂતાવાસ સાથે નજીકના સંકલનમાં અને દૂતાવાસ તરફથી સ્પષ્ટ માર્ગદર્શન મળ્યા પછી જ વિચારણા કરવામાં આવશે: MEA

વિકટ પરિસ્થિતિમાં રહો સતર્ક

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક કટોકટી સલાહ જારી કરી છે. તે તેમને આગામી 48 કલાક માટે સાવધ રહેવા, ઘરની અંદર રહેવા, લશ્કરી અથવા સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અને કટોકટીની સ્થિતિમાં દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપે છે. 48 કલાકની ચેતવણી અપાઇ છે. ભારતીય નાગરિકોને તેમની સલામતી માટે આગામી 48 કલાક માટે ઘરે અથવા સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ

બિન આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે અને લોકોને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવાની સુચન કરવામાં આવ્યુ છે. સંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરી થાણાઓ, પાવર પ્લાન્ટ અને ઊંચી ઇમારતોની નજીક જવાનું ટાળવાની કડક સલાહ આપવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, લોકોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  ચીન અને જાપાનને પાછળ છોડીને તાઇવાન વિશ્વની નંબર વન આરોગ્ય સંભાળ વ્યવસ્થા કેવી રીતે બની?