IRCTC money laundering case:  દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટના આદેશ બાદ લાલુ પરિવારને IRCTC મની લોન્ડરિંગ કેસમાં મોટો ફટકો પડ્યો છે. કોર્ટે લારા પ્રોજેક્ટ્સ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, પીસી ગુપ્તા, સરલા ગુપ્તા, સુજાતા હોટેલ્સ, વિજય કોચર અને વિનય કોચર વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધની તપાસ રાજકીય રીતે પ્રેરિત નહોતી. કોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે પટનામાં ટ્રાન્સફર કરાયેલી જમીન એ ગુનાની આવક (proceeds of crime) છે. કોર્ટે આ મામલામાં અન્ય કેટલાક આરોપીઓને આરોપમુક્ત કર્યા છે.

આ આદેશ સ્પેશિયલ જજ વિશાલ ગોગને આપ્યો હતો. કોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે "હોદ્દાનો દુરુપયોગ અને ગુનાની આવક"નો મજબૂત સંદેહ છે; તેઓ પટનામાં આવેલી "દાગી જમીન" (tainted land)નો આનંદ લઈ રહ્યા છે. આ જમીન તેમને 2005 અને 2014ની વચ્ચે જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તેમના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.


કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે રેલવે અધિકારીઓએ રાંચી અને પુરીમાં હોટેલ્સ લીઝ પર આપવાની ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી કરી હતી. ત્યારબાદ હોટેલના ડિરેક્ટરોએ પટનામાં જમીનનો એક પ્લોટ લાલુ પ્રસાદ યાદવના નજીકના સહયોગી સરલા ગુપ્તાને ટ્રાન્સફર કર્યો હતો, જેમણે પછીથી તે શેર રાબડી દેવીને નજીવી રકમમાં વેચી દીધા હતા.


કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત નવ વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગના આરોપો ઘડ્યા છે. અન્ય સાત વ્યક્તિઓને આરોપમુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ સંબંધિત આરોપીઓને 3 ઓક્ટોબરે રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.


આ કેસ શું છે?

આ મામલો કથિત 'જમીનના બદલામાં નોકરી' (land-for-jobs) કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસનો એક ભાગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો આરોપ છે કે રેલવેમાં નોકરીના બદલામાં જમીન મેળવવામાં આવી હતી અને ત્યારબાદ આ મિલકત સાથે સંકળાયેલા વ્યવહારો દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો પેન્શન અને અન્ય સુવિધાઓ મેળવવા માટે કેમ હકદાર છે? 


સુપ્રીમ કોર્ટે યુપી સરકારને નોટિસ પાઠવી; ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યોને આપવામાં આવતા પેન્શન અને અન્ય લાભો પર સવાલ ઉઠાવતી અરજીના સંદર્ભમાં નોટિસ જાહેર કરી છે. 'લોક પ્રહરી' ​​નામની સ્વૈચ્છિક સંસ્થા (NGO) એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના સભ્યો (MLA) અને વિધાન પરિષદના સભ્યો (MLC) ને મળતી પેન્શન, ભથ્થાં અને અન્ય સુવિધાઓને પડકારી છે.

આ પણ વાંચો: Jammu kashmir: સુરક્ષિત રહેઠાણ આપવામાં નહીં આવે તો કરીશું ભૂખ હડતાળ, કાશ્મીરી પંડિતોએ આપી ચેતવણી