રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ, બિહારના પૂર્વ મુખ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવની મુશ્કેલી વધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આઇઆરસીટીસી સ્કેમ અને લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ, રાબડી અમે તેજસ્વી વિરુદ્ધ આરોપો ઘડવાનો નિર્ણય સંભળાવ્યો છે.

શું તમે આરોપ સ્વીકારો છો? - કોર્ટ 


IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસ મામલે રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, RJD નેતા તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો  ઘડાયા છે. કોર્ટનું કહેવુ છે કે રાબડી, તેજસ્વીને સસ્તામાં જામીન મળી ગયા. કોર્ટે એમ પણ કહ્યું કે આ સ્કેમથી લાલુ પરિવારને ફાયદો થયો છે. કોર્ટે તમામ પર ષડયંત્રનો આરોપ નક્કી કર્યો છે . કોર્ટે લાલુ યાદવને એમ પણ પૂછયુ કે શું તમે આરોપો સ્વીકારો છે. તો લાલુ યાદવે કહ્યું કે આરોપો ખોટા છે.

IPC 420અને IPC હેઠળ આરોપ ઘ઼ડાયા 

કોર્ટે કાવતરું, પદનો દુરુપયોગ અને ટેન્ડર પ્રક્રિયામાં ચેડાં કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે બધું લાલુ યાદવની જાણકારીથી થયું હતું. કોર્ટે જણાવ્યું હતું કે રાબડી અને તેજસ્વીને જમીનના અધિકારો આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. લાલુ યાદવે તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો.

અમે દોષિત નથી- રાબડી દેવી 

કોર્ટના પ્રશ્નના જવાબમાં લાલુ યાદવે કહ્યું કે તેઓ દોષિત નથી. રાબડી દેવી અને તેજસ્વી યાદવને પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રાબડી દેવી અને તેજસ્વી યાદવ બંનેનો જવાબ એક જ હતો: "અમે દોષિત નથી." આ પહેલા, લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી આજે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. લાલુ યાદવ વ્હીલચેરમાં આવ્યા હતા. રાઉસ એવન્યુ કોર્ટ આજે લેન્ડ ફોર જોબ્સ કેસની સુનાવણી કરી રહી છે. સીબીઆઈ જજ વિશાલ ગોગણેએ કેસની સુનાવણી કરી. વિશાલ ગોગણેની કોર્ટે લેન્ડ ફોર જોબ્સ કેસમાં આરોપો ઘડવા અંગે પોતાનો ચુકાદો આપ્યો.

  • Follow us on: