IRCTC એક તરફ જ્યાં દેશ-વિદેશના પર્યટન સ્થળોના ભ્રમણ માટે ટૂર પેકેજ જાહેર કરે છે, ત્યાં બીજી તરફ ધાર્મિક સ્થળોના દર્શન માટે પણ સતત ટૂર પેકેજનું આયોજન કરતું રહે છે. નવેમ્બર મહિનામાં જો તમે ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોર્તિલિંગના દર્શન કરવા માંગો છો તો IRCTCએ તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. IRCTC એ ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે 11 રાત અને 12 દિવસનું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ યાત્રાની શરૂઆત યોગનગરી ઋષિકેશથી થશે. યાત્રાનું બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે થશે. મહત્વની વાત તો એ છે કે જો તમે યાત્રાએ જવા માંગો છો પણ બજેટની સમસ્યા છે તો તમારા માટે અહીં EMI સુવિધા પણ છે.


તમામ જરૂરી સુવિધાઓ સાથે IRCTCનું ધમાકેદાર પેકેજ 

11 રાત અને 12 દિવસનું આ ટૂર પેકેજ 18 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધીનું રહેશે. IRCTC દ્વારા યોગનગરી ઋષિકેશ રેલ્વે સ્ટેશનથી ભારત ગૌરવ પર્યટન ટ્રેન રવાના કરવામાં આવશે. જે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર, ગુજરાતમાં દ્વારકાધીશ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, સિગ્નેચર બ્રિજ, સોમનાથ જ્યોતિર્લિંગ, નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, પંચવટી, કાલારામ મંદિર, ભીમાશંકર જ્યોતિર્લિંગ, સંભાજી નગરમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સહિત સ્થાનિય મંદિરોના દર્શન અને ભ્રમણ કરાવશે.

યોગનગરી ઋષિકેશથી શરૂ થનારી આ યાત્રા માટે IRCTCએ જુદા જુદા સ્ટેશનો પરથી પણ પ્રયટકોને ચડવા-ઉતરવાની વ્યવસ્થા કરી છે. જેમાં યોગનગરી ઋષિકેશની સાથે સાથે હરિદ્વાર, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, હરદોઈ-લખનઉ, કાનપુર, ઉરઈ, ઝાંસી અને લલીતપુર સ્ટેશનેથી પણ પ્રયટક ટ્રેનમાં ચડી કે ઉતરી શકે છે. આ પેકેજમાં 02 AC, 03 AC અને સ્લીપર ક્લાસ યાત્રામાં નાસ્તો અને બપોર તેમજ રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા રહેશે. સ્થાનિય પ્રવાસ એસી/નોર એસી બસો દ્વારા કરાવવામાં આવશે.

જાણો કેટલું ચુકવવું પડશે ભાડુ

સ્લીપર ક્લાસ

સ્લીપર ક્લાસ માટે આ ટૂર પેકેજનું ભાડુ 24,100 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. 5થી 11 વર્ષના બાળક માટે પ્રતિ બાળક 22,720 રૂપિયા ભાડુ છે.

નોન એસી હોટલમાં મલ્ટી શેરિંગ/નોન શેરિંગ ઓપ્શન પ્રમાણે રોકાવાની વ્યવસ્થા અને નોન એસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા IRCTC તરફથી કરવામાં આવશે.

03 AC ક્લાસ

03 AC માટે આ ટૂર પેકેજનું ભાડુ 40,890 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. જ્યારે 5થી 11 વર્ષના બાળક માટે 39,260 રૂપિયા ભાડુ છે.

યાત્રા દરમિયાન AC હોટલમાં શેરિંગ/નોન શેરિંગ ઓપ્શન પ્રમાણે રોકાવાની વ્યવસ્થા ઉપરાંત AC ટ્રાન્સપોર્ટ સુવિધા IRCTC તરફથી કરવામાં આવશે.

02 AC ક્લાસ

02 AC ક્લાસ ટૂર પેકેજનું ભાડુ પ્રતિ વ્યક્તિ 54,390 રૂપિયા છે. 5 થી 11 વર્ષના બાળકો માટે 52,425 રૂપિયા ભાડું છે. આ પેકેજમાં યાત્રા દરમિયાન AC હોટલમાં શેરિંગ/નોન શેરિંગ ઓપ્શન પ્રમાણે રોકાવાની વ્યવસ્થા અને AC ટ્રાન્સપોર્ટ સુવિધા IRCTC તરફથી કરવામાં આવશે

કેવી રીતે કરશો બુકિંગ?

જો તમે આ યાત્રા માટે બુકિંગ કરાવવા માંગો છો અને પેમેન્ટ EMI પર કરવું છે તો તમે LTC અથવા EMI સુવિધાનો ઉપયોગ કરી શકો છો. EMI પ્રતિમાસ 874 રૂપિયાથી શરૂ થાય છે. EMIની સુવિધા IRCTC ના પોર્ટલ પર ઉપલબ્ધ ગવર્મેન્ટ કે પ્રાઈવેટ બેંકમાંથી કરી શકાય છે.

તમે આ યાત્રાનું બુકિંગ IRCTCની ઓફીશિયલ વેબસાઈટ www.irctctourism.com પર જઈ ઓનલાઈન કરી શકો છો. વધુ માહિતી અને બુકિંગ માટે નીચે આપેલા નંબરો પર કોલ કરી શકો છો.

9236391908/8287930199, 8287930908/7302821864/8595924294


  • Follow us on: