ઇટાલિયન ફેશન હાઉસ Pradaની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. Prada વિરુદ્ધ કોલ્હાપુરી ચપ્પલની ડિઝાઇન ચોરવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઇ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કારીગરોને વળતર આપવા માટે માગ કરાઇ છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, ફેશન હાઉસે કથિત રીતે કોલ્હાપુરી ચપ્પલનો ઉપયોગ કર્યો છે. આ કોલ્હાપુરી ચપ્પલ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ છે.

6 વકીલોએ મળીને અરજી દાખલ કરી

ઇટાલિયન ફેશન હાઉસ Pradaએ સ્પ્રિંગ અને સમર સીઝન માટે પોતાના ટો-રિંગ સેંડલ પ્રદર્શિત કર્યા હતા. પરંતુ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, Pradaએ જે ડિઝાઇન દર્શાવી છે તે કોલ્હાપુરી ચપ્પલ સાથે મેળ ખાય છે. Pradaમાં તૈયાર કરવામાં આવેલી ચપ્પલ 1 લાખ કિંમતની છે. ઇટાલિયન ફેશન હાઉસ Prada વિરુદ્ધ પુણેના 6 વકીલોએ મળીને અરજી દાખલ કરી છે. Pradaએ પરવાનગી લીધા વિના પોતાના ફેશન શોમાં દર્શાવી છે. આ માટે Prada માફી માગે. અરજીમાં જણાવાયુ છે કે, કોલ્હાપુરી ચપ્પલને પહેલા જ જીઆઇ ટેગ મળી ચુક્યો છે. તેનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યુ છે.

'કારીગરોને વળતર આપે Prada'

પીઆઇએલના કારીગરોના સમૂહને નુકસાન અને વળતર આપવા માટે માગ કરાઇ છે. આ સાથે જ Pradaએ પોતાના ચપ્પલોના વેંચાણ પર પણ પ્રતિબંધ લગાવવા માટે માગ કરી છે. Pradaએ સ્વીકાર્યુ છે કે, તેમનું કલેક્શન ભારતીય કારીગરોને પ્રેરિત છે. પરંતુ Prada મૂળ કારીગરોને વળતર આપ્યુ નથી. અને તેમની માફી પણ માગી નથી.  
  • Follow us on: