જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં અનંતનાગમાં ભૂતપૂર્વ સરકારી ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી AK-47 રાઇફલ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. ડો. આદિલે 24 ઓક્ટોબર, 2024 સુધી GMC અનંતનાગમાં સેવા આપી હતી. તે અનંતનાગના જલગુંડના રહેવાસી હોવાનું જાણવા મળે છે.
પોલીસ અને તપાસ એજન્સીઓએ આ બાબતની ગંભીરતાથી તપાસ શરુ કરી
ડૉક્ટર આદિલ અહેમદ રાથેર સામે ભારતીય દંડ સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની વિવિધ કલમો હેઠળ FIR નંબર 162/2025 હેઠળ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહી છે.













