સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઉરીના કમલકોટ સ્થિત એક કેમ્પમાં નિયમિત સાધનોના હેન્ડઓવર દરમિયાન એક હેન્ડ ગ્રેનેડ ભૂલથી ફાટી ગયો હતો, જેના કારણે બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.


અકસ્માતે વિસ્ફોટ માનવામાં આવી રહ્યો છે

આ ઘટનાને પ્રાથમિક રીતે અકસ્માતે વિસ્ફોટ તરીકે જોવામાં આવી રહી છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. શ્રીનગર સ્થિત સંરક્ષણ વિભાગના પીઆરઓએ જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ પાસેથી સંપૂર્ણ માહિતી મળ્યા બાદ જ આ ઘટનાને લઈને સત્તાવાર ટિપ્પણી કરવામાં આવશે.

LoC નજીકથી પાકિસ્તાની કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કરનાર 14 વર્ષીય પાકિસ્તાની કિશોરને સેનાએ કસ્ટડીમાં લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મેંધર સેક્ટરના નાગરી ટેકરી વિસ્તારમાં સરહદ પાર કર્યા બાદ થોડા જ સમયમાં સતર્ક જવાનોએ તેને ઝડપી લીધો હતો.

હોસ્પિટલ લઈ જતા પહેલા જ મૃત્યુ

વિસ્ફોટ બાદ કેમ્પમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી જવાનો અને અધિકારીઓએ તરત જ બંને ઘાયલ જવાનોને બહાર કાઢી સેનાની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે તેમની ઇજાઓ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

તપાસ શરૂ

સૈન્ય અને સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી અને તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.


  • Follow us on: