જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સરકારી તંત્રમાં છુપાયેલા આતંકવાદીઓના સમર્થક અને તેઓના મદદકર્તા ઓવરગ્રાઉન્ડ વર્કર્સને મૂળમાંથી જડમૂળથી ઉખેડી નાખવા માટે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. આ પ્રયાસના ભાગ રૂપે પાંચ સરકારી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. . તપાસમાં જાણવા મળ્યું છે કે આ વ્યક્તિઓ લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા.
5 સરકારી કર્મીઓને હાંકી કઢાયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે બરતરફ કરાયેલા કર્મચારીઓમાં એક શિક્ષક, મોહમ્મદ ઇશાક, એક લેબ ટેકનિશિયન, તારિક અહેમદ શાહ, એક સહાયક લાઇનમેન, બશીર અહેમદ મીર, એક વન ક્ષેત્ર કાર્યકર, ફારુક અહેમદ ભટ અને એક આરોગ્ય વિભાગના ડ્રાઇવર, મોહમ્મદ યુસુફનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન તેમના કાર્ય અને વર્તન પર નજીકથી નજર રાખવામાં આવી હતી. અંતે જ્યારે તેમના આતંકવાદી સંબંધોના નક્કર પુરાવા બહાર આવ્યા, ત્યારે એલજી વહીવટીતંત્રે વિલંબ કર્યા વિના તે બધાને કાઢી મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા અને આ પછી તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.













