કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ બે દિવસની મુલાકાતે જમ્મુ આવે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ તાજેતરના પૂરથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યની સમીક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓને પણ મળી શકે છે અને જરૂરી માર્ગદર્શિકા આપી શકે છે.

પૂરથી પ્રભાવિત લોકોમાં સરકારની સક્રિયતા અને સંવેદનશીલતા દર્શાવતી આ મુલાકાત રાહત કાર્યને વેગ આપવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર કાર્યક્રમની પુષ્ટિ કરવામાં આવી શકે છે.

શું બની હતી ઘટના ? 
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે તારાજી સર્જાઇ છે. અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઇ ચુક્યા છે. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ અને ગુમ થયા છે. ઘાયલોને સારવાર આપવા માટે હૉસ્પિટલમાં યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવી છે. અને ગુમ થયેલા લોકોને શોધવા માટે તપાસ હાથ ધરાઇ છે.

દોષનો ટોપલો કોના પર ?
જમ્મુ અને કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ કટરા ખાતે થયેલા અકસ્માત માટે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડને જવાબદાર ઠેરવ્યું છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જ્યારે ખરાબ હવામાન હતું. ત્યારે યાત્રા કેમ થવા દેવામાં આવી. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ અને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલે આનો જવાબ આપવો જોઈએ. તેમણે આ અકસ્માત માટે શ્રાઇન બોર્ડને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે અહીં શ્રાઇન બોર્ડના અધ્યક્ષ એલજી સાહેબ છે. તેમને ખબર હોવી જોઈએ કે હાઇ એલર્ટ શું છે. તો યાત્રા કેમ રોકી ન હતી. તેને કેમ ચાલુ રાખવામાં આવી?.

હોટેલ એસોસિએશન થયુ મદદરૂપ
આ ઘટના અંગે, હોટેલ એસોસિએશનના પ્રમુખ રાકેશ વઝીરે જણાવ્યું હતું કે, હોટેલ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે બધા જરૂરિયાતમંદ લોકોને 2-4 દિવસ માટે મફત રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં સુધી તેઓ ઈચ્છે ત્યાં સુધી, જે કોઈ અહીં અટવાયું હોય. જો તેઓ કોઈ હોટલમાં જાય અને તે ભરેલી હોય, તો તેમણે ફક્ત અમારા કંટ્રોલ રૂમને ફોન કરવાનો રહેશે અને અમે તેમને એક હોટલ ફાળવી આપીશું. જમ્મુ કાશ્મીરમાં વરસાદે 115 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1910 પછી 24 કલાકમાં 380 મીમી વરસાદ નોંધાયો છે. અગાઉ, 25 સપ્ટેમ્બર 1988ના રોજ 270.4 મીમી વરસાદ નોંધાયો હતો. 
  • Follow us on: