કથિત રીતે 10મા ધોરણનો વિદ્યાર્થી હતો તેણે ચોકી પર તૈનાત CRPF જવાનોને ચેતવણી આપી હતી કે અમે તમને છોડીશું નહીં. 

CRPF ચોકી પર આતંકવાદીઓનો ગોળીબાર 

બુધવાર, 11 નવેમ્બર, બપોરે લગભગ 2:15 વાગ્યે, ગાઢ વૃક્ષોમાંથી બે આતંકવાદીઓ બહાર આવ્યા. તેઓ ભારે હથિયારોથી સજ્જ હતા. કુલગામમાં મીર બજાર નજીક CRPF ચોકી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ચોકી શ્રીનગરથી લગભગ 75 કિલોમીટર દૂર અને જમ્મુ-શ્રીનગર હાઇવેથી માત્ર એક કિલોમીટર દૂર આવેલી છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ માર્ગ મહત્વપૂર્ણ છે.

https://x.com/ANI/status/2120750752989860307?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120750752989860307%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ધાતુથી કોટેડ ગોળીઓ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ખાસ પ્રકારની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. આ ગોળીઓ ધાતુથી કોટેડ હતી, જે ભારે બખ્તરમાં પણ પ્રવેશ કરી શકતી હતી. કેટલીક ગોળીઓ ગંભીર રીતે ઘાયલ સૈનિકના બુલેટ-પ્રૂફ જેકેટમાં પણ ઘૂસી ગઈ હતી. સૈનિક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન 

હાલમાં, CRPF સૈનિકો પરના હુમલા બાદ કુલગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો હુમલાખોરોને શોધવા અને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  શું અમેરિકા માટે આરબ જગત છોડવાનો આવ્યો સમય, જાણો ઈરાને કેવી રીતે બદલી પરિસ્થિતિ?