સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. હાલ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
કિશ્તવાડમાં સંવેદનશીલ સ્થિતિ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચતરુ વિસ્તારના જંગલોમાં ફાયરિંગ યથાવત્ છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. જેને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. અને મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઇ છે. કિશ્તવાડમાં હાલમાં સંવેદનશીલ સ્થિતિ છે.
કેવી રીતે શરુ થઇ અથડામણ ?
અથડામણ કિશ્તવાડ જિલ્લાના ચતરુ વિસ્તારમાં મંડરાલ-સિંઘપોરાની પાસે સ્થિત સોનાર ગામના જંગલોમાં શરુ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, સુરક્ષા દળોને વિસ્તારોમાં આંતકીઓ હોવાની માહિતી મળી હતી. જે બાદ સેના અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્તરુપથી ઘેરાબંદી કરી હતી. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જવાનો જેમ આગળ વધતા હતા. તેમ આતંકીઓ ફાયરિંગ કરતા હતા.
વિશાળ જંગલમાં સર્ચ ઓપરેશન
સુરક્ષા એજન્સીઓનો શંકા છે કે, આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ છુપાયા હોઇ શકે છે. આ કારણ છે કે, ઓપરેશન સતર્કતાની સાથે કરવામાં આવી રહ્યુ છે. વિશાળ જંગલ હોવાના કારણે આતંકીઓને છુપાવવા માટે સારી તકો પ્રાપ્ત થઇ છે. પરંતુ સુરક્ષા દળ સમગ્ર જંગલમાં ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. અથડામણની માહિતી મળતા જ વધુ ફોર્સના જવાનોને તૈનાત કરાયા છે. સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કોણ છે નાઝનીન બરાદરન?, જેણે ઇરાનમાં અલી ખામેનેઇ સરકારના પાયા હચમચાવ્યા
