જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ધારહાલ નદી ગાંડીતૂર બની છે, જેના પાણી નવા બસ સ્ટેન્ડ બેલા વિસ્તારમાં ફરી વળતા સ્થિતિ ગંભીર બની ગઈ છે. નદીના પાણી અને અચાનક આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, જેથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.ભારે વરસાદને કારણે રાજૌરીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
પૂરના પાણીમા તણયા અનેક વાહનો
આ કુદરતી આફતનો સૌથી વધુ પ્રભાવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં જોવા મળ્યો છે. પૂરના પાણી પાર્કિંગમાં ઘૂસી જતા ત્યાં પાર્ક કરવામાં આવેલી અનેક બસો અને અન્ય વાહનો પાણીમાં ડૂબી ગયા છે. કેટલાય વાહનો વહી ગયા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. બજારોમાં પાણી ભરાઈ જવાથી દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ પોતાના મકાનો અને દુકાનોમાં ભરાયેલા પાણીને દૂર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, પૂરના તેજ પ્રવાહમાં તેમનો સામાન તણાઈ ગયો છે અને એક મહિલા પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જે અત્યંત ચિંતાનો વિષય છે.
https://twitter.com/AHindinews/status/2078660380675727672
