PM મોદી વિરુદ્ધ અપશબ્દો કહેનાર છોકરી સામે એફઆઇઆર હવે પરત લેવામાં આવી છે. પીએમ મોદી અને તેમની માતા સામે અપશબ્દો બોલનાર છોકરી પર ફરિયાદી સ્મૃતિ સિંહે એફઆઇઆર નોંધાવી હતી. 

જંતર મંતર ખાતેથી વીડિયો થયો હતો વાયરલ 

સીજેપીએ દિલ્હીના જંતર મંતર પર નીટ પેપરલીક મામલે વિરોધ પ્રદર્શન કર્યુ. જેમાં રોજબરોજ નવા નવા વીડિયો સામે આવતા હતા. વિદ્યાર્થીઓ કે જેઓ આંદોલનને લઇને પ્રતિક્રિયા પણ આપતા હતા. આ મામલે એક વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો અને તે છે પીએમ મોદીને અપશબ્દો કહેતી છોકરીનો. આ વીડિયો એટલો વાયરલ થઇ ગયો હતો કે સૌ કોઇ આ વીડિયોને લઇને પોતાની પ્રતિક્રિયા આપતા હતા. અપશબ્દો કહેતો આ વીડિયો પીએમ મોદી સુધી પણ પહોંચ્યો હતો. 

પીએમ મોદીએ અપશબ્દો કહેનારને માફ કર્યા 

જો કે બાદમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ પોતાને અપશબ્દો કહેનારને માફી આપતા જોવા મળ્યા. ત્યારબાદ તે છોકરીનો પણ વીડિયો સામે આવ્યો. તેણે પણ માફી માગી હતી. તેની માતાએ પણ માફી માગી હતી. ત્યારે આ મામલે અપડેટ એ આવ્યું છે કે ફરિયાદી સ્મૃતિ સિંહે પોતાની ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં એક નવો વિકાસ થયો છે. ફરિયાદી સ્મૃતિ સિંહે પોતાની ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે PMએ સંડોવાયેલા બાળકોને માફ કર્યા પછી અને સગીરે જાહેરમાં માફી માંગ્યા પછી તેમણે આ પગલું ભર્યું હતું.

ઝીરો એફઆઇઆર તરીકે નોંધાયો હતો કેસ 

જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન PM પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોના ઉપયોગ અંગેનો મામલો હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. ગાઝિયાબાદના રહેવાસી સ્મૃતિ સિંહે સમજાવ્યું કે તેમણે શરૂઆતમાં નોઈડાના એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં એક સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના દિલ્હીમાં બની હોવાથી કેસ 'ઝીરો એફઆઈઆર' તરીકે નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ માટે દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ફરિયાદીએ કેમ પાછો ખેંચ્યો કેસ? 

સ્મૃતિ સિંહે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે તેમણે ફરિયાદ નોંધાવી હતી. જોકે, વડા પ્રધાનના બાળકોને માફ કરવાના નિર્ણય અને સગીરે જાહેરમાં માફી માંગ્યા બાદ તેમણે હવે ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.