મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જંતરમંતરને પ્રદર્શનનાં સ્થળોની યાદીમાંથી દૂર કર્યું છે. એટલે હવે જંતરમંતર પર વિરોધ પ્રદર્શનો નહિ થઇ શકે. ગૃહ મંત્રાલયની સમિતિની ભલામણોના આધારે દિલ્હીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન માટે નવાં સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે.

રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીના CBD મેદાનને વિરોધ પ્રદર્શનના નવા સ્થળો તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. જંતરમંતરને પ્રદર્શન સ્થળ તરીકે માન્યતા આપતી સૂચના રદ કરવામાં આવી છે. જંતરમંતર લગભગ 33 વર્ષ સુધી વિરોધ પ્રદર્શનનું મુખ્ય સ્થળ રહ્યું હતું. તે પહેલાં ઇન્ડિયા ગેટ પાસેનો બોટ ક્લબ વિરોધ પ્રદર્શન માટેનું સ્થળ હતું.

જૂના આદેશમાં ફેરફાર

દિલ્હી પોલીસના નવા આદેશમાં 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરાયેલા જૂના સ્થાયી આદેશમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમોનો હેતુ વિરોધ પ્રદર્શન માટે નક્કી કરાયેલાં સ્થળો અને ત્યાં કરવામાં આવતી વ્યવસ્થાઓ અંગે સ્પષ્ટતા કરવાનો છે.

જોકે, વિરોધ પ્રદર્શનની મંજૂરી, લોકોની સંખ્યા અને અન્ય શરતો અંગેના વિગતવાર નિયમો પણ અલગથી જાહેર થવાના છે. જે બાદ જ સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ થશે.

અભિજીત દિપકેએ શું કહ્યું?

આ આદેશ જાહેર થયા બાદ CJP નેતા અભિજીત દિપકેની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું છે કે, 'હવે આખો દેશ જંતરમંતર બનશે.'

https://x.com/abhijeet_dipke/status/2109558782187696143?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109558782187696143%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

જંતરમંતરને યાદીમાંથી કેમ દૂર કરાયું?

આદેશ અનુસાર, ગૃહ મંત્રાલયે જંતરમંતરના વિકલ્પ તરીકે અન્ય પ્રદર્શન સ્થળો નક્કી કરવા માટે એક સમિતિ બનાવી હતી. સમિતિએ અલગ-અલગ સ્થળોની તપાસ કર્યા બાદ પોતાની ભલામણો રજૂ કરી હતી. આ ભલામણોના આધારે જંતરમંતરને પ્રદર્શન સ્થળોની નક્કી કરાયેલી યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જંતરમંતર લાંબા સમયથી દિલ્હીમાં રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને સામાન્ય લોકોના વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીં વિવિધ મુદ્દાઓને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજાતાં રહ્યાં છે.

આદેશમાં જણાવાયું છે કે નવી વ્યવસ્થા માટેની માનક સંચાલન પ્રક્રિયા અલગથી જાહેર કરવામાં આવશે. તેમાં પ્રદર્શન માટેની મંજૂરી, આયોજનની પ્રક્રિયા અને અન્ય જરૂરી નિયમો અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી શકે છે.