Bihar Election 2025: ભાજપે બુધવારે મોડી સાંજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી,તો જેડીયુએ ગુરુવારે સવારે બાકીની યાદી જાહેર કરી છે. આ યાદીએ ઘણા ઉમેદવારોને આશ્ચર્યચકિત કર્યા છે. 44 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.


44 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર 

મળતી માહિતી પ્રમાણે, JDUએ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે તેના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી છે. આજે 16 ઑક્ટોબર ગુરુવારે જાહેર કરેલી યાદીમાં 44 ઉમેદવારોના નામોનું એલાન કરવામાં આવ્યું છે. તે પહેલા 15 ઑક્ટોબરે પાર્ટીએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આમ હવે નીતિશ કુમારે તેમના ભાગની તમામ 101 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

પહેલી યાદીમાં 30 નવા ચહેરાંઓને અપાયુ હતુ સ્થાન

આપને જણાવી દઇએ કે નીતિશ કુમારે પહેલી યાદીમાં 30 નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. તે સાથે 4 મહિલાઓને, ભૂમિહાર સમુદાયના 6 લોકોને, અનુસૂચિત જાતિ (SC)ના 10 લોકોને અને 3 બાહુબલી નેતાઓને ટિકિટ આપવામાં આવી હતી. જયારે 4 બેઠકોના હાલના ધારાસભ્યોના ટિકિટ કાપી દેવામાં આવ્યા હતા. 5 મંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. વિજયકુમાર ચૌધરીને સરાયરંજનથી, મદન સાહનીને બહાદુરપુરથી, મહેશ્વર હજારીને કલ્યાણપુરથી, રત્નેશ સદાને સોનબરસાથી અને સુનીલ કુમારને ભોરેથી ટિકિટ આપવામાં આવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી દાવા કરતી 5 બેઠકો સોનબરસા, અલૌલી, એકમા, મોરવા અને રાજગિર ઉપર પણ નીતિશ કુમારે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

ઉમેદવારોમાં 13 મહિલા ઉમેદવાર પણ સામેલ

આ વખતે જેડીયુએ જાહેર કરેલી આ યાદીમાં પછાત વર્ગમાંથી 37, અતિપછાતમાંથી 22, સામાન્ય વર્ગમાંથી 22, અનુસૂચિત જાતિમાંથી 15, અલ્પસંખ્યકમાંથી ચાર અને અનુસૂચિત જનજાતિમાંથી એક ઉમેદવારનો સમાવેશ થયો છે. કુલ 101 ઉમેદવારોમાં 13 મહિલા ઉમેદવાર પણ સામેલ છે. જેડીયૂએ સૌથી વધુ કુશવાહા સમાજના 13, કુર્મી સમાજના 12, રાજપૂત સમાજના 10, ભૂમિહાર સમાજના 9, યાદવ અને ધાનુક સમાજના 8-8 ઉમેદવારોને ટિકિટ આપી છે.સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

  • Follow us on: