ઝારખંડના ધનબાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ભારત કોકિંગ કોલ લિમિડેટ (BCCL)ની મુનીડીહ કોલ વોશરીમાં સ્લરી પડવાથી ચાર મજૂરોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રકમાં કોલસાની સ્લરી લોડ કરવામાં આવી રહી હતી અને અચાનક ભારે માત્રામાં સ્લરી મજૂરો પર પડતાં તેઓ તેની નીચે દબાઈ ગયા.

અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ

આ અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી 4 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત, હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ચિંતા વધી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.

ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

સ્થાનિક ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલુ છે. તંત્ર મુજબ રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : West Bengal Election 2026 : ફલતામાં TMC નેતાઓની ધમકી પર ચૂંટણી પંચે કરી કાર્યવાહી, FIR કરવાનો આપ્યો આદેશ