જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. હરિયાણાના ફરીદાબાદમાંથી 300 કિલો RDX, એક AK-47 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. વળી ચોંકાવનારી બાબત તો એ છે આ સામાન એક ડોક્ટરના ઘરેથી મળી આવ્યો. ડો.આદિલ અને ડો.મુઝામિલનના ઘરેથી RDXનો જથ્થો મળી આવતા પોલીસે બંનેની પણ ધરપકડ કરી છે.
ડોક્ટરે જ પૂછપરછમાં કર્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ડૉ. આદિલના લોકરમાંથી એક AK-47 રાઇફલ અને અન્ય શસ્ત્રો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તેની ધકપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ડૉક્ટર આદિલ અહેમદ રાથર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આજે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ ડૉ. આદિલ રાથરની પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. હાલ ડૉ. આદિલ અહેમદ રાથર હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.
શસ્ત્રોનો ભંડાર કોણે છુપાવ્યો હતો?
ડૉ. આદિલ રાથર હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરના રહેવાસી ડૉ. મુઝામિલ નામના બીજા ડૉક્ટરે ફરીદાબાદમાં શસ્ત્રો અને દારૂગોળોનો ભંડાર છુપાવ્યો હતો. બંને હવે જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે, જ્યાં તેમની પૂછપરછ ચાલુ છે.
મોટા આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ
ડૉ. આદિલની પૂછપરછ દરમિયાન મળેલા સંકેતોના આધારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું. દરોડા દરમિયાન, પોલીસે 300 કિલો RDX, એક AK-47 રાઇફલ, અને મોટી માત્રામાં દારૂગોળો અને અન્ય શસ્ત્રો જપ્ત કર્યા.
જપ્ત કરાયેલા વિસ્ફોટકોના જથ્થાને જોતાં, એવી શંકા છે કે આ કોઈ મોટા આતંકવાદી હુમલાનો ભાગ હોઈ શકે છે. તપાસ એજન્સીઓ હાલમાં આ નેટવર્કના બાકીના સભ્યોને શોધી રહી છે, અને સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.










