દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય એકવાર ફરી વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીની બહાર કેટલાક વિદ્યાર્થીઓએ મોડી રાત્રે વિવાદિત નારે બાજી કરી હોવાનો આરોપ છે. વાયરલ થયેલા 35 સેકન્ડના વીડિયોમાં પીએમ મોદી અને અમિત શાહને લઇને વિવાદિત નારા લગાવી રહ્યા છે.


JNUના કથિત વીડિયોને લઇને પ્રતિક્રિયા 

આ વીડિયોને લઇને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામના જામીન ફગાવી દીધા બાદ ગઈકાલે મોડી રાત્રે JNU કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.

આ 21મી સદીનું ભારત છે- ગિરિરાજ સિંહ 

ગિરિરાજ સિંહે કહ્યું કે JNU હવે ટુકડે-ટુકડે ગેંગ"નું કાર્યાલય બની ગયું છે. જે રાહુલ ગાંધી જેવા રાષ્ટ્ર વિરોધી માનસિકતા ધરાવતા લોકો છે પછી ભલે તે RJD હોય, TMC હોય કે ડાબેરી પક્ષો હોય. તેમણે ભૂલવું ન જોઈએ કે આ ભારત છે, આ નરેન્દ્ર મોદીનું 21મી સદીનું ભારત છે. વિવેકાનંદે કહ્યું હતું કે તે હંમેશા ભગવા રંગનું જ રહેશે.


વધુમાં કહ્યું કે કબરો ખોદનારા તો પોતે કબરોમાં જતા રહ્યા છે. હું ટુકડે ટુકડે ગેંગને કહેવા માગુ છું કે જે લોકો ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા લોકોનું સમર્થન કરે છે, જે લોકો પાકિસ્તાનના વિચારો રાખે છે તેઓ દેશ દ્રોહી છે.


JNUમાં હતાશ લોકો નારાબાજી કરી રહ્યા છે- કપિલ મિશ્રા

તો બીજી તરફ દિલ્હી સરકારમાં મંત્રી કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે જેએનયુમાં નક્સલીઓ, આતંકીઓ અને રમખાણોના સમર્થનમાં આવા નારા લગાવનાર લોકો હતાશ છે. કારણ કે નક્સલીઓને નાબૂદ કરવામાં આવી રહ્યા છે. આતંકીઓ સામે પણ લડવામાં આવી રહ્યું છે અને રમખાણોના આરોપીઓને કોર્ટ ઓળખી ગઇ છે.


  • Follow us on: