ઉત્તરાખંડના હલ્દાનીમાં 15 જૂનએ કૌંચી ધામમાં મેળો છે. મેળાની પહેલા પોલીસ કર્મચારીઓએ સુરક્ષા વધારી દીધી છે. પોલીસે ટ્રાફિક પ્લાન પણ તૈયાર કરી લીધો છે. 14 અને 15 જૂનના રોજ બહારના બે પૈડાં વાળા વાહોનોને પર્વતીય ઈલાકામાં નહીં જઈ શકે. એમને કાઠગોદામ અને કાલાદૂંગીમાં રોકવામાં આવશે. ત્યાથી લોકોને કૈંચી ધામ શટલ થી મોકલવામાં આવશે. આ દિવસોમાં કૈંચીધામમાં લોકોની ભારે ભીડ રહશે.


કૌંચી ધામમાં 61માં સ્થાપના દિવસની તૈયારી

ઉત્તરાખંડના કૌંચી ધામમાં 61માં સ્થાપના દિવસ મનાવવાની તૈયારી કરરવામાં આવી રહી છે. કૌંચી ધામમાં આવવા વાળાની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. 15 જૂનના સ્થાપના દિવસના સમારોહમાં આ વખતે 5 લાખ કરતા વધારે લોકો આવવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વધારે ભીડની સંભાવનાને જોતા પ્રશાસન દ્વાર તૈયારી કરવામાં આવી રહી છે.

સુરક્ષા વ્યવસ્થા વધારવાના આદેશ

એડીજી લો એન્ડ ઓડરને નૈનીતાલ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે. એમને સુરક્ષા વ્યવસ્થા વધારવાના આદેશ કર્યા છે.પોલીસ, પીએસી અને પીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવશે. આનાથી શ્રદ્ધાળુઓની સુવિધા કરવામાં સરળતા રહશે. એડીજીએ કહ્યું કે પોલીસ ત્રણ પોઈન્ટ પર ફોકસ કરશે. પાર્કિંગની વ્યવસ્થા, ક્રાઉડ મુવમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવશે.આ ત્રણેય પોઈન્ટ પર અધિકારીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. જરૂર જણાશે તો ટ્રાફિક ડાયવર્ડ કરવાનો પ્લાન પણ કરવમાં આવશે.

કેમ થાય છે આયોજન

 કૌંચી ધામ બાબા નીમ કરોલીને લઈને પ્રસિદ્ધ છે. એમને હનુમાનજીનો અવતાર પણ માનવામાં આવે છે.15 જૂનએ બાબ નીમ કરોલી મહારાજની પુણ્યતિથી મનાવવામાં આવે છે. આને લઈને મોટા ભંડારાનું આયોજન કરવામાં આવે છે. મોટા ઉત્સવનુ પણ આયોજન કરવામાં આવે છે. આમા દર વર્ષે લાખો લોકો આવે છે. ભંડારા ને લઈને દાવો કરવામાં આવે છે કે આ જગ્યાએ ભોજન ઓછું પડતું નથી. દાવો કરવામાં આવે છે બાબા નીમ કરોલી સ્વયં આની દેખરેખ કરે છે.

કૈંચી ધામ મેળાની એડવાઈઝરી જાહેર

  1. 15 જૂનના વાર્ષિક કૈંચી ધામના સ્થાપના દિવસના મેળાની તૈયારી થઈ રહી છે
  2. મેળા પહેલા પોલીસ દ્વારા જિલ્લાની સુરક્ષા વધારવામાં આવી
  3. પોલીસે ટ્રાફિક પ્લાન પણ તૈયાર કરી લીધો
  4. 14 અને 15 જૂનના બહારના વાહનો પહાડો પર જવા પર પ્રતિબંધ
  5. આ વાહનોને કાઠગોદામ અને કાલાઢૂંગીમાં રોકવામાં આવશે
  6. અહીંથી લોકોને શટલથી લોકોને કૈંચી ધામ મોકલવામાં આવશે
  7. આ દિવસોમાં કૈંચી ધામમાં લોકોની ભારે ભીડ આવવાનું અનુમાન છે
  8. નાની, મોટી થઈને 500થી વધારે ગાડીઓ શટલમાં ચલાવવામાં આવશે


  • Follow us on: