ભાજપે કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં 4માંથી 3 બેઠકો જીતીને મોટી સફળતા મેળવી છે, જ્યારે તેના સહયોગી પક્ષ જેડી(એસ) (JD(S)) એ બાકીની એક બેઠક જીતી લીધી છે. આ સાથે, કર્ણાટકમાં વિધાન પરિષદની આ ચૂંટણીઓમાં એનડીએ (NDA) એ તમામ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. સત્તાધારી કોંગ્રેસ પક્ષ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે.

23 ઓક્ટોબરે થઇ હતી ચૂંટણી, 3 બેઠક પર ભાજપની જીત

કર્ણાટકમાં વિધાન પરિષદની ચૂંટણી 23 ઓક્ટોબરે યોજાઈ હતી અને આજે (28 ઓક્ટોબર, 2026) મતગણતરી પૂર્ણ થઈ છે. ભાજપે આ ચૂંટણીમાં નોંધપાત્ર વિજય મેળવ્યો છે, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ માટે પડકારો વધતા હોય તેવું જણાય છે.

બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસ હારી- ભાજપ 

ત્યારે કર્ણાટકમાં આ જીતને લઇને બીજેપીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. ભાજપે કહ્યું કે કર્ણાટકમાં બેલેટ પેપરથી ચૂંટણી થઇ છતાં કોંગ્રેસને હાર મળી.  બેંગલુરુ શિક્ષક બેઠક પર જેડીએસના એ.પી. રંગનાથનો વિજય થયો છે. જ્યારે  કોંગ્રેસના વર્તમાન MLC પુત્તન્નાને 908 મતથી હરાવ્યા છે.  મહત્વનું છે કે જ્યારે પણ કોંગ્રેસની હાર થાય છેત્યારે રાહુલ ગાંધી ઇવીએમ પર સવાલો ઉઠાવતા આવ્યા છે. ત્યારે બેલેટ પેપરથી થયેલી ચૂંટણીમાં ભાજપની જીત થતા રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. 

https://x.com/ANI/status/2115346059287515420?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115346059287515420%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ભાજપ માટે ત્રણ બેઠકો

ઉત્તર-પૂર્વ શિક્ષક મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી લડી રહેલા એમએલસી (MLC) શશિલ જી. નમોશીએ કોંગ્રેસના ઉમેદવાર શરણપ્પા મટ્ટુરને પરાજય આપ્યો છે. આ બેઠક પર નમોશીની આ પાંચમી જીત છે. આ મતવિસ્તારમાં કલાબુરાગીનો સમાવેશ થાય છે, જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગઢ ગણાય છે.

દક્ષિણ-પૂર્વ સ્નાતક મતવિસ્તારમાં, ભાજપના કે.એમ. સુરેશે કોંગ્રેસના ઉમેદવાર શશિ હુલિકુંટે મટ્ટને હરાવ્યા. બીજી તરફ, પશ્ચિમ સ્નાતક મતવિસ્તારમાં ભાજપના એસ.વી. સંકાનૂરે કોંગ્રેસના ઉમેદવાર મોહન લિંબિકાઈ સામે વિજય મેળવ્યો.

https://x.com/ANI/status/2115346364645470440?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115346364645470440%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) ગઠબંધનમાં સામેલ પક્ષ, જેડી(એસ) (JD(S)) ના એ.પી. રંગનાથે બેંગલુરુ શિક્ષક મતવિસ્તારમાં જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના વર્તમાન એમએલસી પુટ્ટન્નાને જેઓ ફરીથી ચૂંટણી લડી રહ્યા હતા તેમને 908  મતોના અંતરથી હરાવ્યા.

https://x.com/ANI/status/2115352164210229624?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115352164210229624%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

બેંગલુરુમાં જેડી(એસ)ને સફળતા

કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષને આ ચૂંટણીઓમાં ઝટકો લાગ્યો છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને મળેલી નિર્ણાયક અને એકતરફી જીત બાદ આ પરિણામ આવ્યું છે. કર્ણાટક કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ રાજ્ય ગણાતું હોવાથી, આ પરાજય પક્ષ માટે ચેતવણીરૂપ બની શકે છે. 


આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર