ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અને વળી જે લોકોએ નોકરીમાં આખુ વર્ષ રજા ન લીધી હોય તેઓ ડિસેમ્બરમાં તો રજા લેવાના જ. એટલે હાલમાં કોઇ ફરવાલાયક સ્થળ હોય કે પછી ધાર્મિક સ્થળ. લોકોનો ધસારો વધી ગયો છે.
વીઆઇપી દર્શન નહી થઇ શકે
દેશના ખૂણે ખૂણેથી ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા માટે ભક્તોને ઝિગ-ઝેગ લાઇન સિસ્ટમ દ્વારા મંદિર પરિસરમાં દિશામાન કરવામાં આવશે. દરરોજ બે લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ ભક્તોની સંખ્યા છ લાખ સુધી પહોંચવાની ધારણા છે.જેને લઇને મંદિર પ્રશાસન દ્વારા સ્પર્શ દર્શન અને વીઆઇપી દર્શન હાલ પૂરતો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઝાંખી દર્શન કરી શકાશે- વિશ્વ ભૂષણ મિશ્રા
નવા વર્ષને ધ્યાનમાં રાખીને કાશી વિશ્વનાથ મંદિરના સીઈઓ વિશ્વ ભૂષણ મિશ્રાએ કહ્યુ કે 24 ડિસેમ્બર, 2025 ના રોજ, મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો કે દર્શન માટે કોઈ ખાસ સુવિધાઓ પૂરી પાડવાનું, કોઈ પ્રોટોકોલ લાગુ કરવાનું અથવા કોઈ ખાસ પ્રવેશ આપવાનું શક્ય રહેશે નહીં. તેથી આને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકવાર ભીડ ઓછી થઈ જાય અને ભક્તોની સંખ્યા સામાન્ય થઈ જાય પછી અમે કઈ સુવિધાઓ પૂરી પાડી શકાય તે અંગે વિચારણા કરીશું. તેથી સામાન્ય સૂચના એ છે કે ભીડના સમયે કોઈ ખાસ સુવિધાઓ પૂરી પાડવાનું શક્ય બનશે નહીં. નિયમિત દર્શન, જેને આપણે "ઝાંખી દર્શન" કહીએ છીએ, તે બધા ભક્તો માટે ઉપલબ્ધ છે.
https://twitter.com/ANI/status/2004391564974727397
આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ