જમ્મુ અને કાશ્મીરના કટરામાં ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. હિમકોટીમાં માતા વૈષ્ણોદેવી ટ્રેક પર ભૂસ્ખલનને કારણે યાત્રા પર અસર થઈ છે. નવો રૂટ બંધ કરી દેવાયો છે. જોકે, શ્રદ્ધાળુઓ હજુ પણ જૂના રૂટ પરથી મુસાફરી કરી રહ્યા છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શ્રદ્ધાળુઓ વરસાદ વચ્ચે પાણી ભરેલા માર્ગ પર ચાલતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે ચિનાબ નદી પણ પૂરમાં છે. ડોડામાં કેટલાક લોકોના મૃત્યુ થયુ માહિતી પણ સામે આવી છે. જોકે, હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંછ, ડોડા અને કઠુઆ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ પડ્યો, જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા. અધિકારીઓએ જણાવ્યું કે, અચાનક પૂરમાં ફસાયેલા ચાર લોકોને બચાવ ટીમોએ સુરક્ષિત રીતે બચાવી લીધા.

રાજૌરીના કાલાકોટ સબડિવિઝનના સિયાલસુઈ માઉ ગામમાં એક નદીમાં અચાનક આવેલા પૂરમાં શકફત અલી (૧૪) અને તેની પિતરાઈ બહેન સફીના કૌસર (૧૧) ડૂબી ગયા. પૂરમાં ફસાયેલી સાયમા (૧૦) ને સ્થાનિક સ્વયંસેવકોએ બચાવી લીધી અને હોસ્પિટલમાં દાખલ કરી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. 

  • Follow us on: