અત્યારે ચોમાસાની ઋતુ છે. આ દિવસોમાં કુદરતને નજીકથી જોવાનો લ્હાવો મળે. કારણ કે વરસામાં પ્રકૃતિ સોળ કળાએ ખીલે છે. ત્યારે આ સમયે ધોધ પડતો હોય, ઝરણા વહેતા હોય  તેવી જગ્યાએ જવાની ઘણી મજા પડે. વરસાદી માહોલ વચ્ચે ડુંગરાઓમાં ફરવાની મજા કંઇ અલગ જ છે. ત્યારે એમપીમાં આવેલુ શિવજીનું મંદિર અત્યારે ભક્તો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ સ્થળ છે શ્રી જટાશંકર મહાદેવ. 


[[$googlead]]

શિવજીના મંદિરમાં વહેતા થયા ઝરણાં

છતરપુરથી 50 કિમી દૂર ભોલેનાથનું જટાશંકર ધામ આવેલું છે, જે બુંદેલખંડના કેદારનાથ તરીકે પ્રખ્યાત છે, જે જંગલની મધ્યમાં આવેલું છે. શુક્રવારે જિલ્લામાં વરસાદને કારણે શ્રી જટાશંકર મંદિરની આસપાસના પર્વતોમાંથી ધોધ વહેવા લાગ્યા હતા. વરસાદને કારણે પહાડોમાંથી ઝરણા વહેવા લાગ્યા. ઝરણાનું પાણી વચ્ચોવચ બનેલા શિવજીના મંદિર પરિસરમાં આવીને ભગવાન શિવનો જળાભિષેક કરતા જોવા મળ્યા.. આ નજારો માણવા માટે લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે.

[[$alsoread]]

પર્વતો વચ્ચે આવેલુ શિવમંદિર

આ પાણી મંદિરની સીડીઓ પરથી સીધું પડી રહ્યું હતું, જેના કારણે સિદ્ધ બાબાની ગુફા, ગોમુખ, મંદિર ચોક પાણીમાં ડૂબી ગયા હતા. પાણી અહીં એટલી ઝડપથી આવ્યું કે લોકો માટે રહેવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. છતરપુર જિલ્લામાં બિજાવર તાલુકાથી લગભગ 15 કિમી દૂર જટાશંકર ધામ નામનું એક શિવ મંદિર છે, જે ચારે બાજુ સુંદર પર્વતોથી ઘેરાયેલું છે. આ પ્રાચીન મંદિરમાં, પર્વત પર ગોમુખમાંથી પાણીનો પ્રવાહ વહેતો રહે છે. ભોલેનાથની પૂજા પાણી દ્વારા પણ થાય છે. મંદિરમાં છેક ઘૂંટણ સુધી પહોંચે તેટલા પાણી છે. આખુ મંદિર પાણી પાણી છે પરંતુ ભક્તોમાં ઉત્સાહ ઓછો નથી.  આટલા પાણીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. 

છતરપુરમાં ભારે વરસાદ 

આ મંદિર બુંદેલખંડમાં ધાર્મિક આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. ભક્તો હંમેશા અહીં આવે છે, પરંતુ અમાસના દિવસે અહીં ભારે ભીડ હોય છે. માન્યતા છે કે મંદિરમાં ત્રણ કુંડ પણ છે જે કદી ખાલી થતા નથી. તેમા ન્હાવાથી ચામડીના રોગો મટે તેવી માન્યતા છે. આ એક અદ્ભૂત સ્થાન છે. અહીં ચારેય બાજુ લીલોતરી છવાયેલી જોવા મળે છે. પરિણામે મંદિરમાં રહીને કુદરતનો નજારો ખરેખર ચાર ચાંદ લગાડી દે છે. જો કે વધારે વરસાદને કારણે લોકોને કુંડની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવે છે.  

  • Follow us on: